- પકડાયેલા પાંચેય આરોપીઓએ અત્યાર સુધીમાં 300થી 400 ઇન્જેક્શન વેચ્યા
- આરોપીઓ કોઇ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા
કોરોના મહામારીમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજારના રાજયના સૌથી મોટા કૌંભાડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુભાનપુરાના એક શખ્સને પકડયા બાદ તેની મિલીભગતમાં રહેલા અન્ય 4 યુવક પકડાયા હતા. પોલીસે ફાર્મા માફિયાઓ પાસેથી 90 ઇન્જેકશન તથા 2 લાખ રોકડા મળી 7.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દર્દીના સ્વજનો વલખા મારે છે ત્યારે આ ટોળકીએ દોઢ મહિનામાં 400 ઇન્જેકશન કાળાબજારમાં વેચી માર્યા છે.
પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેકશનનું કાળા બજાર કરાતા હોવાની બાતમી ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાને મળી હતી. જેને આધારે વોચ ગોઠવી સુભાનપુરાના ઋષી પ્રદિપભાઇ જેધને નુતન વિદ્યાલય પાસેથી ઝડપી પાડયો હતો. તેની પાસેથી 17 ઇન્જેકશન મળ્યા હતા.તેની પુછપરછના આધારે પોલીસે કલાલી રોડ પર શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડીકલ સ્ટોરના કર્મી વિકાસ લક્ષ્મણ પટેલને પણ 12 ઇન્જેકશન સાથે ઝડપી લીધો હતો.

બંનેની પુછપરછ કરાતા આણંદના જયમન ફાર્મા મેડીકલ એજન્સીના જતીન પટેલ અને વિકાસના મિત્ર પ્રતિક નરેન્દ્ર પંચાલની સંડોવણી બહાર આવતાં પોલીસે પ્રતિક પંચાલ અને તેના ભાગીદાર મનન શાહને 16 ઇન્જેકશન સાથે ઝડપી લીધા હતા.પોલીસે બંને પાસેથી ઇન્જેકશનના વેચાણના 2 લાખ પણ કબજે કરી કુલ 45 ઇન્જેકશન જપ્ત કર્યા હતા. ત્યારબાદ પોલીસે આણંદના જતીન મહેશ પટેલને પણ ઝડપી લઇ વધુ 45 ઇન્જેકશન કબજે કર્યા હતા. સૂત્રો મુજબ 5 આરોપી મેડીકલ સ્ટોરના ફાર્માસિસ્ટ કે મેડીકલ એજન્સી ધરાવે છે.
ઇન્જેકશનો એક બીજાનું કમિશન ચઢાવી વેચતા હતા. આ ટોળકી એક ઇન્જેકશનના 16 હજારથી માંડી 20 હજારમાં વેચતી હતી. દોઢ માસમાં 400 ઇન્જેકશન ઉંચા ભાવે વેચ્યા હતા. બીજા 400 ઇન્જેકશન મંગાવ્યા હતા. કૌભાંડમાં આણંદની સ્ટોર સંચાલક આયેશાની સંડોવણી ખૂલી છે. કૌભાંડનો રેલો અમદાવાદ સુધી લંબાય તેવી વકી છે.

આણંદમાંથી 45 અને વડોદરામાંથી 45 ઇન્જેક્શન ઝડપાયા
વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘે જણાવ્યું હતું કે, વડોદરા ક્રાઇમ બ્રાંચે રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાળાબજારીમાં ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર અને મેડિકલ સપ્લાય એજન્સી સંડોવાયેલી છે. વડોદરામાંથી 45 ઇન્જેક્શન પકડાયા છે. 5 આરોપીઓ મેળીને 16થી 20 હજાર સુધીમાં રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા. વિકાસ પટેલ શ્રોફ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે અને આ વિકાસ પટેલ આણંદના જતીન પટેલ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. જતીન પટેલ એક મેડિકલ એજન્સી ચલાવે છે.
300થી 400 જેટલા ઇન્જેકશન બ્લેકમાં વેચ્યા
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાત્રે અમે આણંદના જયનમ ફાર્મા એજન્સી ચલાવતા જતીન પટેલના ઘરે રેડ કરી, જ્યાંથી અમે 45 ઇન્જેક્શન કબજે કર્યાં હતા અને 45 ઇન્જેક્શન વડોદરામાંથી કબજે કર્યાં છે. આમ કુલ 90 ઇન્જક્શન કબજે કર્યાં છે અને 2 લાખ રૂપિયા રોકડ રકમ કબજે કરી છે. જતીન પટેલ વડોદરાની એક વીકે એન્ટરપ્રાઇઝના વિવેક શાહ પાસેથી ઇન્જેક્શન લાવતો હતો. આ લોકોએ 300થી 400 જેટલા ઇન્જેકશન બ્લેકમાં વેચ્યા છે અને હજી 300થી 400 જેટલા ઇન્જેક્શન વેચવાના હતા, જે પહેલા રેડ થઇ ગઇ હતી. પાંચેય ફાર્માસિસ્ટના બિઝનેશ સાથે સંકળાયેલા હતા.
પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, પોતાના કોન્ટેક્ટ મારફતે તેઓ રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા હતા. ડોક્ટરોની સંડોવણી હજી સુધી બહાર આવી નથી. આરોપીઓ કોઇ પણ પ્રકારના પ્રિસ્ક્રિપ્શન વગર જ ઇન્જેક્શનો વેચતા હતા. પહેલીવાર આટલી મોટી માત્રામાં ઇન્જેક્શન પકડાયા છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચ પકડેલા આરોપીઓના નામ
-ઋષી પ્રદિપભાઇ જેધ(ઉ.26) (રહે, એ-28, જયઅંબે સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા)-17 ઇન્જેક્શન સાથે પકડાયો
-વિકાસ લક્ષ્મણભાઇ પટેલ(ઉ.35), (રહે, 137, સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી રોડ, અટલાદરા)-12 ઇન્જેક્શન સાથે ઝડપાયો
-પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ(ઉ.29), (રહે, ફ્લેટ નં-6, નીલનંદન કોમ્પેલેક્ષ, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા), 16 ઇન્જેક્શન સાથે ઝડપાયો
-મનન રાજેશભાઇ શાહ(ઉ.34), (રહે, એ-503, સાકાર સ્પેલેન્ડારા-1, સમા-સાવલી રોડ, વેમાલી, વડોદરા)
-જતીન પટેલ (રહે, આણંદ, જયનમ ફાર્મા નામની દવાની એજન્સી ચલાવે છે-45 ઇન્જેક્શન સાથે ઝડપાયોવડોદરા ક્રાઇમ બ્રાંચ પકડેલા આરોપીઓના નામ
-ઋષી પ્રદિપભાઇ જેધ(ઉ.26) (રહે, એ-28, જયઅંબે સોસાયટી, ઇલોરાપાર્ક, વડોદરા)-17 ઇન્જેક્શન સાથે પકડાયો
-વિકાસ લક્ષ્મણભાઇ પટેલ(ઉ.35), (રહે, 137, સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી રોડ, અટલાદરા)-12 ઇન્જેક્શન સાથે ઝડપાયો
-પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ(ઉ.29), (રહે, ફ્લેટ નં-6, નીલનંદન કોમ્પેલેક્ષ, ન્યુ વીઆઇપી રોડ, વડોદરા), 16 ઇન્જેક્શન સાથે ઝડપાયો
-મનન રાજેશભાઇ શાહ(ઉ.34), (રહે, એ-503, સાકાર સ્પેલેન્ડારા-1, સમા-સાવલી રોડ, વેમાલી, વડોદરા)
-જતીન પટેલ (રહે, આણંદ, જયનમ ફાર્મા નામની દવાની એજન્સી ચલાવે છે-45 ઇન્જેક્શન સાથે ઝડપાયો
પોલીસે 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા ક્રાઇમ બ્રાંચે આરોપીઓ પાસેથી 4.86 લાખની કિંમતના 90 રેમડેસિવિર ઇન્જેક્શન, બે લાખ રૂપિયા રોકડા, 4 મોબાઇલ અને એક બાઇક સહિત કુલ 7.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાત્રે પોલીસે 60 કિમી પીછો કરી વિવેકને પકડ્યો
પોલીસે ઋષી જેધેને 17 ઇન્જેકશન સાથે પકડયા બાદ શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડીકલ સ્ટોરના કર્મી વિકાસની સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસે ઋષી પાસે ફોન કરાવતા વિકાસે 12 ઇન્જેકશન પડયા છે જોઇતા હોય તો બીએપીએસ હોસ્પિટલ અટલાદરા આવી જાવ તેમ કહેતા પોલીસે વોચ ગોઠવી હતી જયાં વિકાસ 12 ઇન્જેકશન સાથે ઝડપાયો હતો. ત્યારબાદ એક પછી એક આરોપી પકડાયા હતા. રાતે પોલીસે વધુ એક આરોપી વિવેક બિશ્નોઇને 60 કીમી સુધી પીછો કરી પકડી પાડયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જપ્ત 90 ઇન્જેકશન SSGને અપાશે
આણંદનો જયમન ફાર્મા મેડીકલ એજન્સીનો જતીન પટેલ આણંદની સાહી મેડીકલ નામની એજન્સી માંથી 360 ઇન્જેકશન લાવ્યો હતો જેમાં તેણે 100 ઇન્જેકશન પ્રતિકને વેચ્યા હતા જયારે વિકાસને 75 ઇન્જેકશન વેચ્યા હતા. વિકાસે પણ 75 ઇન્જેકશનમાંથી ઘણા ઇન્જેકશન અન્યોને વેચ્યા હતા. શહેરના ડીકે એન્ટરપ્રાઇઝના વિકાસ શાહે પણ આ ટોળકીને ઇન્જેકશન વેચ્યા હતા જપ્ત 90 ઇન્જેકશન સયાજી હોસ્પિટલને આપી દેવાશે.
કાળાબજારમાં કોની શું ભૂમિકા હતી?
1. ઋષી પ્રદીપ જેધ (રહે, જય અંબે સોસા.ઇલોરાપાર્ક) ઋષી જેધ મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા વિકાસ પટેલ પાસેથી 13500માં ખરીદી 14 હજારમાં વેચતો હતો
2. વિકાસ લક્ષ્મણ પટેલ (રહે, સહજાનંદ ડુપ્લેક્ષ, કલાલી રોડ), વિકાસ પટેલ આણંદની જયમન ફાર્મા નામની મેડીકલ એજન્સીના જતીન પટેલ પાસેથી ઇન્જેકશન લાવી કમિશન ચઢાવી વેચતો
3. પ્રતિક નરેન્દ્ર પંચાલ (રહે, નિલનંદન કોમ્પલેક્ષ, ન્યુવીઆઇપી રોડ) પ્રતિક તેના મિત્ર વિકાસ પાસેથી ઇન્જેકશન લાવતો અને કમિશન ચઢાવીને વેચતો હતો
4. મનન રાજેશ શાહ (રહે, સાકાર સ્પ્લેન્ડેરા, સમા સાવલી રોડ) પ્રતિક અને મનન બંને ભાગીદારીમાં ધંધો કરતા હતા અને બંને વિકાસ પાસેથી ઇન્જેકશન લાવી કમિશન ચઢાવી વેચતા હતા
5. જતીન મહેશ પટેલ (રહે,સંતરામ સોસા. આણંદ) જયમન ફાર્મા નામની મેડીકલ એજન્સી ચલાવે છે અને તે વિકાસને ઇન્જેકશન કાળા બજારમાં વેચતો હતો