Abhayam News
AbhayamSports

IPL 2024 નહીં રમી શકે હાર્દિક પંડયા!

Hardik Pandya can't play IPL 2024!

IPL 2024 નહીં રમી શકે હાર્દિક પંડયા! ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સ્ટાર ખેલાડી અને તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બનેલા હાર્દિક પંડ્યાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાર્દિક પંડ્યા પણ IPL 2024માંથી બહાર થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યાના પગની ઘૂંટીમાં થયેલી ઈજા ઘણી ગંભીર છે અને તેના માટે સમયસર ફિટ થવું મુશ્કેલ છે. જો આમ થશે તો તે માત્ર મુંબઈ ઈન્ડિયન્સ માટે જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા માટે પણ મોટો ફટકો હશે.

Hardik Pandya can't play IPL 2024!

IPL 2024 નહીં રમી શકે હાર્દિક પંડયા!

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિક પંડ્યા ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે. જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ ટી-20 સિરીઝ સિવાય તે IPL 2024થી પણ દૂર રહી શકે છે. મતલબ કે હાર્દિકને પરત ફરવામાં 2-3 મહિનાનો સમય લાગી શકે છે, જો આવું થશે તો તે ટી20 વર્લ્ડ કપ 2024 સુધી જ ફિટ રહેશે. PTIના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરીઝ સુધી ફિટ રહેશે નહીં. જોકે હાર્દિકની ફિટનેસ અંગે BCCI કે મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવ્યું નથી.

Hardik Pandya can't play IPL 2024!

હાર્દિક પંડ્યાને ક્યારે થઈ હતી ઇજા ? 
હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે બોલને રોકવા દરમિયાન તેના પગમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે ક્રિકેટથી દૂર છે. હાર્દિકને વર્લ્ડ કપની વચ્ચે ટીમ છોડવી પડી હતી, ત્યારથી તે રિકવરી મોડમાં છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, હાર્દિક IPL સુધી વાપસી કરી શકે છે, પરંતુ હવે આ આશા પણ મુશ્કેલ લાગે છે.

તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. IPL 2024 પહેલા યોજાયેલી હરાજી અને રીટેન્શનમાં હાર્દિકે ગુજરાત ટાઇટન્સ છોડી દીધી અને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો. મુંબઈએ હવે હાર્દિકને પોતાનો કેપ્ટન બનાવ્યો છે, જ્યારે રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યા IPL 2024માં નહીં રમે તો સવાલ એ પણ થશે કે ટીમની કેપ્ટનશીપ કોણ કરશે, શું રોહિત શર્માને ફરીથી કેપ્ટન બનાવવામાં આવશે.

Hardik Pandya can't play IPL 2024!

IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં કોણ કોણ ? 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીઆઈ. ચાવલા, આકાશ મધવાલ, જેસન બેહરનડોર્ફ, હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ, ગેરાલ્ડ કોએત્ઝી, દિલશાન મધુશંકા, શ્રેયસ ગોપાલ, નમન ધીર, અંશુલ કંબોજ, નુવાન તુશારા, મોહમ્મદ નબી, શિવાલિક શર્મા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ શહેરના ઝૂમાં આઠ સિંહ પોઝિટીવ:- કોરોના પ્રાણીઓમાં પણ ફેલાયો..

Abhayam

પોલીસે લાયસન્સ કરી લીધુ છે જપ્ત તો કઇ રીતે મેળવશો પાછુ ?

Vivek Radadiya

સુરત હિબકે ચઢ્યું : ભારે હૃદયે દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી…

Abhayam

1 comment

Comments are closed.