Abhayam News
AbhayamNews

કેન્દ્ર સરકાર દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં ઓક્સિજન, બેડ, રસીના ભાવ સહિત અનેક મુદ્દા પર જવાબ રજુ કરશે…

  • કોર્ટે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર જવાબ માંગ્યો છે
  •  સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તે આવી સ્થિતિમાં મૂક દર્શક ન બની શકે
  • હાઈકોર્ટની દખલગીરી યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મનાશે

કોર્ટે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર જવાબ માંગ્યો છે

આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટના 3 જજની પેનલે કેન્દ્ર પાસે અનેક મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો. જેમાં રસીના ભાવના મુદ્દા સામેલ હતા. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ્ટની પીઠને મામલામાં સુનવણી કરી હતી. શુક્રવારે થનારી સુનવણી દરમિયાન કેન્દ્ર ઓક્સિજન, બેડ, વેક્સીનના ભાવ સહિત કોવિડ સાથે જોડાયેલા અન્ય મામલો અંગે જવાબ દાખલ કરી શકે છે.

આ પહેલા મંગળવારે થયેલી સુનવણીમાં કોવિડ 19 મામલામાં અનિયંત્રિત વધારાને રાષ્ટ્રિય સંકટ ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે તે આવી સ્થિતિમાં મૂક દર્શક ન બની શકે. સાથે કોર્ટે સ્પષ્ટ ક્યુ કે કોવિડ મેનેજમેન્ટ માટે રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવા પર તેમની સ્વતઃ સંજ્ઞાન સુનવણીનો મતલબ હાઈકોર્ટ્સમાં કેસને દબાવવાનો નથી.

હાઈકોર્ટની દખલગીરી યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મનાશે

પીઠે કહ્યુ હતુ કે હાઈકોર્ટના કાર્યક્ષેત્રની અંદર મહામારીની સ્થિતિ પર નજર રાખવા માટે સારી સ્થિતિમાં છે  અને સુપ્રીમ કોર્ટની પૂરક ભૂમિકા ભજવી રહ્યા છે.  તથા તેમની દખલગીરી યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મનાશે. કેમ કે કેટલાક મામલા ક્ષેત્રીય મર્યાદાથી આગળ છે.

દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનવણી

દેશમાં કોવિડ 19માં હાજર લહેરની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ગંભીર સ્થિતિનું અવલોકન કર્યુ હતુ અને કહ્યું હતુ કે તે ઓક્સિજનની માંગ તથા કોરોનાના દર્દીની સારવાર માટે જરુરી દવાઓ સહિત મુદ્દાઓ પર રાષ્ટ્રીય યોજના ઈચ્છે છે. હાઈકોર્ટે ઓક્સિજનને કોરોનાની સારવાનો જરુરી હિસ્સો ગણાવતા એલાન કર્યુ હતું કે ઘણી ગભરાહટ પેદા કરી દીધી છે જેના કારણે લોકોને રાહત માટે અલગ અલગ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ઓક્સિજનના આંકડા તૈયાર રાખવા નિર્દેશ આપ્યા 

ત્યારે દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્રને નિર્દેશ આવ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બચેલા 4 પીએસએ ઓક્સિજન પ્લાન્ટની ઝડપથી સ્થાપના કરવામાં આવે. કોર્ટે ગુરુવારે હોસ્પિટલોને ઓક્સિજન પુરો પાડનાર કંપનીઓને પણ નોટિસ આપી અને શુક્રવારે સુનવણી દરમિયાન હાજર રહેવા કહ્યું છે. કોર્ટે તેમને હોસ્પિટલની માંગને પહોંચી વળવાના ઓક્સિજનના આંકડા તૈયાર રાખવા નિર્દેશ આપ્યા છે.

Related posts

SVP હોસ્પિટલમાં દાખલ મહેશભાઈ સવાણી એ આજે પારણાં કર્યાં…

Abhayam

વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યું ગુજરાતી હોવાનું મને અભિમાન

Vivek Radadiya

શું તમે આર.ટી.આઈ કરવા માંગો છો? આ રહી તમારા માટે જરૂરી પ્રાથમિક કાયદાકીય જાણકારી.

Abhayam