Abhayam News
AbhayamGujaratInspirational

કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ

A unique initiative of Kutch Kadwa Patidar Samaj

કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ મહિલા યુવા જાગૃતિ સંમેલનમાં સામાજિક કુરિવાજો કાબુમાં લેવા માટે સર્વનુંમતે પહેલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતરિવાજો તેમજ કુરિવાજો ને ડામવવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાયા હતા.

A unique initiative of Kutch Kadwa Patidar Samaj

જોકે આજે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કુરિવાજો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે. સમાજમાં બેબી શાવર, પ્રી વેડિંગ, વ્યસન, લગ્નમાં થતા ખોટા હલ્દી રસમ, છૂટાછેડા સહિત કૂરિવાજોને તિલાજંલી આપવામાં આવી છે.

કચ્છ કડવા પાટીદાર સમાજની અનોખી પહેલ

A unique initiative of Kutch Kadwa Patidar Samaj

સામાન્ય રીતે દરેક સમાજ પુરુષ પ્રધાન ગણાય છે તેમજ ભારતીય સંસ્કૃતિ પણ પુરુષ પ્રધાનને મહત્વ આપતી રહેલી છે. જો કે જે જે સમાજમાં મહિલાઓની પ્રાધાન્ય અપાયું છે ત્યાં વિકાસની નવી કેડી કંડારાય છે ત્યારે હિંમતનગરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ યુવા તેમજ મહિલા સંમેલનમાં 25 જેટલા રીતરિવાજો તેમજ રુઢિયો પર પૂર્ણવિરામ મુકાયું છે.

સામાન્ય રીતે સામાજિક બદલાવવા માટે સાહજિકતા જરૂરી હોય છે ત્યારે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આજે જાહેર સ્ટેજથી હાજર રહેલા સૌ કોઈ શપથથી સંમેલિત થયા હતા. સમાજની દશા અને દીશા બદલવાનો પ્રયાસ હાથ ધર્યું છે જે આગામી સમયમાં અન્ય સમાજ માટે પણ સામાજિક બદલાવનો પાયો બની રહેશે તેમજ સમાજ અગ્રીણીએ જણાવ્યું છે.

A unique initiative of Kutch Kadwa Patidar Samaj

ફેરફાર સાથે જન્મથી સગાઇ સુધીના રિવાજો કેવા કરાયા?

કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિ અધિવેશનના જ્ઞાતિ રીત રિવાજોની વાત કરીએ તો બાળકના જન્મ પછી બોલાવવાના પ્રસંગને સાદાઇથી ઉજવવો નિર્ણય લેવામા આવ્યો છે. મર્યાદિત સંખ્યામાં જઇ એક દિવસથી વધુ ન રોકાવું અને બોલાવવા અને જિયાણું આપવાનું એક સાથે ગોઠવવું. સગપણ માટે યુવકની વય મર્યાદા 20 વર્ષ, યુવતીની વય મર્યાદા 17 વર્ષ જરૂરી કરાઈ. નાળિયેર,મીઠાઇ અને ચાંદીના સિક્કા સિવાય કોઇ લેતી દેતી ન કરવી. સામ-સામે સગપણ ન કરવા અને સગાઇમાં કપડાની જોડી, ગોળ અથવા મીઠાઇ, 501 રોકડા,સાંકળા,નાકની સળી આપવી. સગાઇમાં વિવેકબુદ્ધિથી મર્યાદિત સંખ્યામાં જવું તેમજ પ્રિવેડિંગ,રિંગ સેરેમની પ્રથાને સદંતર બંધ કરવી. પ્રિવેડિંગ,રિંગ સેરેમની સામાજિક ગુનો ગણાશે

લગ્ન અને ત્યાર બાદના રિવાજો કેવા કરાયા?

લગ્ન અને ત્યાર બાદના રિવાજો કેવા કરાયા?
લગ્ન લખતી વખતે 100 રૂપિયા મુકવા 
લગ્ન પત્રિકા લઇ જવા કન્યા પક્ષ તરફથી 2થી 4 લોકોએ જ જવું
મામેરામાં ભાણેજને કપડા તેમજ બહેન-બનેવીને કપડાની જોડી આપવી
બાકીનાની પહેરામણી બદલ 200 રૂપિયા રોકડા આપવા
દાગીના વગેરે ગુપ્તપણે આપવું,મામેરૂ બેઠું ભરવું અને જાહેરાત ન કરવી
હાથ-પગના અંગૂઠા ધોવાની પ્રથા બંધ કરવી
વર અને અણવર સિવાય જાનમાં 150 માણસો જઇ શકશે
કન્યાપક્ષે જાનને એક સમય જમાડવા
દૂરથી આવતા હોય તેવા કિસ્સામાં અનુકુળતા મુજબ વ્યવસ્થા 
લગ્નપ્રસંગમાં લાગા આપવાનો પણ નિયમ નક્કી થયા 
કન્યાપક્ષ તરફથી 500 રૂપિયાથી 200 રૂપિયા અથવા કપડા આપવા 
કન્યાદાનમાં શક્તિ મુજબ રોકડું આપવું તેની જાહેરાત ન કરવી
હસ્તમેળાપની ગરિમા જાળવવી જરૂરી
લગ્નમંડપમાં કન્યાએ નાચ-ગાન/ડાન્સ કરતા ન આવવું
હલ્દી/મહેંદી રસમ સદંતર બંધ કરવી
પારંપરિક પીઠી વિધી કરી શકાશે 
વરધ સમયે લોણારી પ્રથા બંધ કરવી
નવવધુને પિયરપક્ષ તરફથી મળેલ દાયજો બતાવવો નહીં
વરઘોડો દરમિયાન જાહેર જગ્યા પર થતાં નાચ-ગાન પર ઘોર કરવી નહીં

લગ્ન બાદના પ્રસંગોના રિવાજો કેવા કરાયા ?

લગ્ન બાદના પ્રસંગોના રિવાજો કેવા કરાયા ?
સિમંત પ્રસંગ સાદગીથી કરવો
બેબી શાવર,પ્રી બેબી શુટિંગ જેવા અશોભનિય તાયફા ન કરવા 
સમૂહલગ્નમાં જોડાતા પરિવારે મોટા જમણ કે રિશેપ્શન જેવા તાયફા ન કરવા 
આણાની પ્રથા પણ ટાળવી
છુટાછેડા અંગેનો સામાજિક રીતે ન્યાય સમિતિનો નિર્ણય આખરી ગણાશે
એક પત્નીની હયાતીમાં બીજી પત્ની ન કરવી

મરણોત્તર પ્રસંગોમાં શું કરવું?

મરણપ્રસંગોમાં તેરમું કરવું નહીં 
મૃતક પાછળ સ્મરણાર્થે કોઇ રકમ સામાજિક ઉન્નતિના કાર્યમાં આપવી
મરણ બાદ અપાતી પાઘડી પ્રથાને બંધ કરવી
દીકરીને સાસરે મોકલ્યા પછી મૃત્યુ થાય તો જીવિત સમયે આપેલી વસ્તુ પાછી ન લેવી
જમાઇનું મૃત્યુ થાય તો દીકરીને આપેલા દાગીના સિવાય કશું માગી નહીં શકાય
જમાઇના મૃત્યુ પછી દીકરીને તાત્કાલિક ઘર મૂકાવી લેવાના બદલે યોગ્ય સમય આપવો
દીકરી પુનઃલગ્ન કરે તો પહેલા સાસરા પરિવારની મિલકતમાં ભાગ નહીં માગી શકે
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જાણો:-ઉચ્ચ અધિકારીઓની બદલી આવી રહી:-સુરતના પોલીસ કમિશનર ક્યાં જશે?

Abhayam

EPFOએ કરોડો કર્મચારીઓને નવા વર્ષની આપી ભેટ

Vivek Radadiya

CM વિજય રૂપાણીએ નાઇટ કર્ફ્યૂના સમયમાં કર્યો ફેરફાર, જુઓ ક્યારથી લાગુ થશે.?

Abhayam