Abhayam News
AbhayamTechnology

WhatsApp માં મળનાર AI ચેટબોટને આ રીતે કરી શકાશે ઓન

This is how you can turn on the AI ​​chatbot found in WhatsApp

WhatsApp માં મળનાર AI ચેટબોટને આ રીતે કરી શકાશે ઓન WhatsApp Meta AI : દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે Meta WhatsAppમાં AI ચેટબોટને પણ સપોર્ટ કરવા જઈ રહ્યું છે. આ અંગેની તસવીર સામે આવી છે.

WhatsApp Meta AI : દરેક ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે Meta WhatsAppમાં AI ચેટબોટને પણ સપોર્ટ કરવા જઈ રહ્યું છે. આ અંગેની તસવીર સામે આવી છે.

WhatsApp માં મળનાર AI ચેટબોટને આ રીતે કરી શકાશે ઓન

ટૂંક સમયમાં તમે WhatsAppમાં Meta AI ચેટબોટનો ઉપયોગ કરી શકશો. હાલમાં કંપની તેના પર કામ કરી રહી છે અને તે કેટલાક બીટા ટેસ્ટર્સ સાથે ઉપલબ્ધ છે. નવો AI ચેટબોટ વિકલ્પ ક્યાં મળશે અને તે કેવો દેખાશે તેની તસવીર Instagram પર શેર કરવામાં આવી છે. જોકે કંપનીએ આ વાત શેર કરી નથી.

તમને ચેટ વિન્ડોના બોટમમાં લીલા પ્લસ આઇકોનની ઉપર Meta AI Chatbot નો વિકલ્પ મળશે. જ્યારે તમે તેને સેટિંગ્સમાંથી ઓન કરશો ત્યારે તમને ગોળ વાદળી રંગનો વિકલ્પ દેખાશે. એટલે કે તે ડિફોલ્ટ રૂપે એપમાં નહીં આવે. આનાથી તે લોકોને ફાયદો થશે જેઓ તેનો ઉપયોગ કરવા માંગતા નથી અને માત્ર મેસેજિંગનો આનંદ લેવા માંગે છે.

AI ચેટબોટને ઓન કરવા માટે તમારે ચેટ સેટિંગ્સમાં જવું પડશે અને અહીં તમને ‘Show Meta AI બટન’નો વિકલ્પ મળશે. આમ કર્યા પછી જ તમને ચેટ વિન્ડોની બહાર AI ચેટબોટ દેખાશે.

Meta AI ની મદદથી તમે અન્ય ચેટબોટ્સની જેમ વિવિધ વિષયો પર માહિતી મેળવી શકશો. ચેટબોટ સાથે વાતચીત શરૂ કરતા પહેલા, તમને એક વિકલ્પ મળશે જેમાં તમારે તમામ T&C સ્વીકારવા પડશે. એવું કહેવામાં આવ્યું છે કે કંપની ચેટબોટને વધુ સારુ બનાવવા માટે તેના AI ચેટિંગ અનુભવનો ઉપયોગ કરશે. એટલે કે, તમારા ટેસ્ટ, સવાલોની પદ્ધતિ વગેરે બધું જ AI ચેટબોટને સુધારવા માટે ઉપયોગમાં લેવાશે.

નોંધનીય બાબત એ છે કે Meta AI તમારી પર્સનલ ચેટ્સ વાંચશે નહીં અને તે પહેલાની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

રેમન્ડના ભૂતપૂર્વ માલિક ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર

Vivek Radadiya

ગોપાલ ઈટાલિયાને ઈજા,AAPના કાર્યકર્તાઓને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા..

Abhayam

સચિન તેંડુલકરે ડેવિડ વોર્નર માટે સોશિયલ મીડિયા પર કરી શેર કરી ખાસ પોસ્ટ

Vivek Radadiya