Abhayam News
AbhayamAhmedabadSurat

સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર

Biggest news for Surat residents

સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સુરત: સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઇ છે. કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આ અંગે વિસ્તારથી માહિતી આપતા કહ્યું કે, પ્રોજેક્ટમાં રેલ્વે મંત્રાલય દ્વારા 63% રકમ ચૂકવાશે. પ્રોજેક્ટ અંતર્ગત રેલ્વે સ્ટેશનમાં અલગ-અલગ એન્ટ્રી અને એક્ઝિટ સાથે યાત્રીઓ માટે કોણકોર્સ અને વીઆઈપી લોન્જ તૈયાર કરાશે. ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટમાં રેલ્વે અને બસ સેવાને એક સાથે જોડવામાં આવશે.

સુરતવાસીઓ માટે સૌથી મોટા સમાચાર

સુરતમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબને રેલવે વિભાગની મંજૂરી મળી ગઇ છે. એલિવેટેડ રોડ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. જ્યારે પ્રોજેક્ટમાં રેલવે મંત્રાલય દ્વારા 63% રકમ ચૂકવાશે. ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત એક બસ સ્ટેશનનું નિર્માણ થશે. રેલવે-બસ સેવાને એક સાથે જોડવામાં આવશે. પ્રોજેક્ટમાં 18 મીટર ઊંચાઈ પર રૂફ પ્લાઝા બનશે. અલગ-અલગ કોમર્શિયલ પ્લાઝા પણ બનાવવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ મોડમાં ઇન્ટરસિટી બસ સ્ટેશન, ઇન્ટર સ્ટેટ બસ સ્ટેશન, કોમર્શિયલ ટાવર, ત્રણ સબર્બ પ્લેટફોર્મ, મોલ રહેશે.

એલિવેટેડ રોડની મુખ્ય વિશેષતાઓમાં

– રોડની લંબાઈ- 5479 મીટર
– આરઓબીની લંબાઈ-130 મીટર
– રોડનું કુલ ક્ષેત્રફળ -48069 વર્ગમીટર
– રોડનો અંદાજીત ખર્ચ-496.88 કરોડ
– નિર્માણ ની અવધિ-2.5 વર્ષ
– ખર્ચની રકમ -63 ટકા રેલવે મંત્રાલય,37 ટકા ગુજરાત સરકાર
– પૂર્વ પશ્ચિમ ભવન,આઇએસબીટી પાસે ઊંચાઈ-12.5 મીટર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

 ‘માડી’ ગરબા પર રાજકોટમાં સર્જાશે વિશ્વ રેકોર્ડ

Vivek Radadiya

સુરત:-અઠવાલાઈન્સ પોલીસના પોતાના નિયમો,જાણો સમગ્ર ઘટના..

Abhayam

જાણો મોટા સમાચાર:-ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના માટે કયા નેતાઓ છે રેસમાં ?

Abhayam

1 comment

Comments are closed.