Abhayam News
AbhayamNews

મેયર કોણ?: ​​​​​​​શું સુરતના પાટીદારોને રીઝવવા ભાજપ પાટીદાર મેયર બનાવશે…?????

  • પ્રથમ સામાન્ય સભામાં ડે.મેયર, સ્ટેન્ડિગ ચેરમને સહિતના હોદ્દાદારો નિમાશે

સુરત મહાનગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોનું સરકારી ગેજેટ જાહેર થયું છે. જે મુજબ પ્રથમ સામાન્ય સભા 12મી માર્ચના રોજ મળશે. જેમાં મહિલા મેયર,ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના સભ્યોની વરણી કરવામાં આવશે. ભાજપ બહુમતિમાં છે. વળી મહિલા મેયર માટે પ્રથમ અઢી વર્ષ હોવાથી બે મહિલા દાવેદારોના નામ ચાલી રહ્યાં છે. ચૂંટાયેલી મહિલા કાઉન્સિલરમાંથી ત્રણથી ચાર મહિલાઓ હાલ મેયર પદના રેસમાં ચાલી રહી છે. જેમાં દર્શિની કોઠિયા, હેમાલી બોઘાવાલાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.

પરંતુ હાલમાં આપણે સૌ જાણીએ છીએ કે જેવી રીતે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે સી. આર. પાટીલની વરણી થયા બાદ પાટીદારોમાં ખુબ મોટા પ્રમાણમાં રોષ જોવા મળ્યો અને તેના પરિણામ સ્વરૂપે પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભાજપમાં ઉમેદવારોના સુપડા સાફ થયા તેમજ અમુક જગ્યાએ ડીપોઝીટ પણ ઉમેદવારો બચાવી શકયા નથી.

હાલમાં જે મેયરના પદ માટે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાં અનુભવ અને પક્ષમાં પ્રાથમિકતાના ધોરણો તપાસવામાં આવે તો માત્ર દર્શિની કોઠિયા મેયર બનશે એવું જણાઈ રહ્યું છે. કારણકે પાટીદારોને રીઝવવા માટે ભાજપ પાસે અંતિમ મોકો છે અને આગળના સમયમાં વિધાનસભામાં પણ ફાયદો લેવા પાટીદાર મહિલા મેયર તરીકે આગામી સમયમાં જોવા મળે તો નવાઈ નહી.

દર્શિની કોઠિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના ધારી-રામપુર ગામના વતની છે અને વ્યવસાયે નોટરી વકીલ છે અને ખુબ જ પ્રેમાળ સ્વભાવના અને વર્ષોથી ભાજપ પક્ષમાં પોતાની સેવા આપી રહ્યા છે તેમજ અગાઉ સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય પણ રહી ચુક્યા છે તેમજ ગુજરાત ભાજપના સ્ટેટ લેવલનો હોદ્દો ભોગવી ચુક્યા છે.

આમ દર્શિની કોઠિયાને મેયર બનાવતા ભાજપને આગામી સમયમાં અનુભવ નો અને પાટીદાર વિસ્તારમાં પોતાની ઈમેજ સુધારવાનો બંને ફાયદો મળી શકે એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

IAF ચીફે આપ્યું મોટું નિવેદન:-તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશ, VVIP પ્રોટોકોલ્સ બદલાઈ શકે છે…

Abhayam

હાર્ટઍટેકનો કોરોના કે વેક્સિન સાથે શું છે સંબંધ? 

Vivek Radadiya

પુતિનના આ નિર્ણયથી આખા વિશ્વને પરસેવો વળી ગયો

Vivek Radadiya

364 comments

Comments are closed.