Abhayam News
AbhayamEditorialsIPS Ramesh Savani

IPS રમેશ સવાણી :: પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

લોક ગાયિકા નેહાસિંહ રાઠોડે 31 ઓગષ્ટ 2022ના રોજ, વૃંદાવન નિવાસી દેવ મુરારીબાપૂનો વીડિઓ ટ્વિટ કર્યો છે. આ બાપૂના મત મુજબ કુર્મી પટેલો-પાટીદારો/OBC/SC/ST મંદિરમાં પૂજા કરી શકે નહીં !

હિન્દુત્વનો ઝંડો ઊઠાવનારાઓ; સૂતાધારી અને માલાધારી વચ્ચેનો ફરક સમજતા નથી ! સૂતાધારી એટલે જે જનોઈ ધારણ કરે છે; અને માલાધારી એટલે જે માળા ધારણ કરે છે. દેવ મુરારીબાપૂ કહે છે : “એ જાતિનો કુર્મી પટેલ છે, હું રઘુવંશી છું. સંતોમાં જાતિના બે જાતિભેદ છે. જો કોઈ છોટી જાતિનો હોય તો તેને માલાધારી કહે છે અને જો બ્રાહ્મણ/ઠાકુર/વૈશ્ય જાતિના હોય તો તેને સૂતાધારી કહે છે. હું સૂતાધારી છું. સૂતાધારીને મંદિરમાં પૂજાનો અધિકાર છે. માલાધારીને મંદિરમાં ઘૂસવા ન દેવાય/રસોઈમાં ઘૂસવા ન દેવાય, કેમકે એ કુર્મી પટેલ છે. કુર્મી તેની જાતિ મુજબ ચાલે, રઘુવંશી સાથે ટક્કર લેવાની કોશિશ ન કરે !”

પોલીસ, 1 ડીસેમ્બર 2021ના રોજ દેવ મુરારીબાપૂને, એક ગુનાના કામે એરેસ્ટ કરવા ગઈ ત્યારે દેવ મુરારીબાપૂએ ચાકૂ લઈ પોતાના હાથની નસ કાપવાનો ઢોંગ કરેલ ! પોલીસે દેવ મૂરારીબાપૂને બળજબરી કરીને એરેસ્ટ કરેલ; એ પોલીસમાં કુર્મી/ OBC/ SC/ ST/મુસ્લિમો હતા; તેનો વિરોધ કેમ ન કર્યો? સવાલ એ છે કે સંતોમાં પણ જાતિવાદ? હિન્દુત્વ-હિન્દુત્વનો ગોકીરો કરનારને શું સમજવું? આ સ્વામિઓ જ્યારે હોસ્પિટલાઈઝડ થાય ત્યારે બ્લડ લેતી વખતે પાટીદારો/OBC/SC/STનું બ્લડ કેમ લેતા હશે? અરે, મુસ્લિમનું બ્લડ કેમ લેતા હશે? આ બાપૂઓ/ સ્વામિઓ/ સંતો જે ઘઉં/શાકભાજી/દૂધ ખાય છે તેનું ઉત્પાદન પાટીદારો/ OBC/ SC/ ST/મુસ્લિમો કરે છે; છતાં કેમ ખાતા હશે?rs

Related posts

ખીચડી 2નું ટ્રેલર જોઈ નહીં રોકી શકો હસવાનું

Vivek Radadiya

NRIs પણ સરકારી બોન્ડમાં નાણાંનું રોકાણ કરી શકે છે

Vivek Radadiya

ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, 30 ટકાનો વધારો મળશે

Vivek Radadiya