Abhayam News
AbhayamAhmedabad

ઉત્તરાયણ માટે અમદાવાદમાં ખાસ તૈયારી

Special preparation in Ahmedabad for Uttarayan

 ઉત્તરાયણ માટે અમદાવાદમાં ખાસ તૈયારી ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસ બાકી છે. ત્યારે પતંગ લૂંટવાની લ્હાયમાં ધાબા પરથી પડવાનાં તેમજ વાહન ચાલકોને દોરી વાગવાનાં અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે. ત્યારે કોઈને જીવ ગુમાવવો ન પડે તે માટે ઈમરજન્સી 108 દ્વારા ઉત્તરાયણનાં તહેવારને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Special preparation in Ahmedabad for Uttarayan

ગળામાં દોરી આવી જવાના કેસમાં પણ નોંધપાત્ર વધારો
ઈમરજન્સી 108 દ્વારા ઉત્તરાયણનાં તહેવારને લઈ કુલ 800 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ તૈયાર કરી છે. ત્યારે ઉત્તરાયણનાં તહેવાર દરમ્યાન થતા અકસ્માતનાં કેસની વાત કરીએ તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષે અકસ્માતનાં કેસમાં 26 ટકાનો વધારો થવાની સંભાવનાં છે. તેજ સામાન્ય દિવસની સરખામણીએ ઉત્તરાયણનાં દિવસે કેસમાં 200 ટકાના વધારાની શક્યતા છે.  તેમજ વેહિક્યુલર ટ્રોમા અને નોને વેહિક્યુલર ટ્રોમાનાં કેસ વધુ નોંધાયા છે. તો ગળામાં દોરી આવી જવાનાં કેસમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. 

ઉત્તરાયણ માટે અમદાવાદમાં ખાસ તૈયારી

Special preparation in Ahmedabad for Uttarayan

પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યામાં ખાસ્સો વધારો
તો બીજી તરફ ઉત્તરાયણનાં તહેવારનાં માણસ સહિત પક્ષીઓ પણ ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત થતા હોય છે.  ત્યારે પક્ષીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ગુજરાત પશુપાલન વિભાગ અને EMRI દ્વારા પ્રાણીઓ અને પક્ષીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.  જેમાં પક્ષીઓ માટે ટોલ ફ્રી નંબર 1962 તેમજ પક્ષીઓ માટે 37 કરૂણા એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.  ત્યારે ઉત્તરાયણનાં દિવસે પક્ષીઓ ઘાયલ થવાની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે.  હાલ રોજની 28 બર્ડ ઈંજરી સામે આવી રહી છે. ત્યારે ઉત્તરાયણનાં દિવસે 660. જ્યારે વાસી ઉત્તરાયણનાં દિવસે 480 કેસ નોંધાયા છે. ગત વર્ષે ઉત્તરાયણનાં દિવસે 4280 કેસ તો વાસી ઉત્તરાયણનાં દિવસે 4021 કેસ નોંધાયા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત માં એક પછી એક કર્મચારી હડતાળ પર ઉતરી રહ્યા છે જાણો શું છે પૂરી ખબર ?..

Abhayam

શ્રેષ્ઠીઓના મુદ્દે સમાજ વહેંચાયેલો હોય તેવું ચિત્ર

Vivek Radadiya

PM નરેન્દ્ર મોદીએ મંત્રી પરિષદની બેઠકમાં મંત્રીઓને આપી સલાહ

Vivek Radadiya

1 comment

Comments are closed.