ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે..
ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ખેતી કરતી ખેડૂતોને હવે વધુ બે કલાક વીજળી મળશે. ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. રાજ્યમાં ચોમાસાની સિઝન બેસી ગઈ છે પરતું હજુ સુધી ગુજરાતને અનેક જિલ્લાઓમાં જોઈએ એટલા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી અને જોઈએ એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી જેને લઈ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. .
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મોટો નિર્ણય….
ખેડૂતોને મળશે હવેથી 10 કલાક વીજળી…
સિંચાઈ માટે મળશે બે કલાક વધુ વીજળી….
જો વરસાદ ન પડે તો ખેડૂતોએ વાવણી કરેલા પાકને મોટું નુકસાન થઈ શકે છે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે તો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળતા ખેડૂતો સિંચાઈના પાણીનો વધુ ઉપયોગ કરી શકશે તેમજ પાણીની સમસ્યાનો નિવારી શકાશે.
હાલ ખેડૂતોને 8 કલાક વીજળી આપવામાં આવે છે, જેમાં બે કલાક વધારો કરવામાં આવતા હવેથી ખેડૂતોને 10 કલાક વીજળી મળશે. વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે, પરતું હજુ સુધી જોઈએ એવો વરસાદ પડ્યો નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે આપવામાં આવતી વીજળીમાં બે કલાકનો વધારો કર્યો જેને લઈ ભાજપના કિસાન મોરચાના પ્રમુખ હિતેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, હિતેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે ખેતી અને ગામડું સમૃદ્ધ બને તે માટે PM મોદી પ્રયત્નો કરી રહ્યા છે રાજ્યમાં ખેતી વરસાદ આધારી છે અને વરસાદ પાછો ખેંચાયો છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને વ્હારે આવી છે જેને લઈ ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે…
રાજ્યમાં સૌથી ખરાબ હાલત એ કપાસ અને મગફળી પકવતા ખેડૂતોની છે. જે ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું છે એમના માટે પિયત સિવાય કોઈ વિકલ્પ નથી ત્યારે હવામાન વિભાગે આ સપ્તાહે વરસાદ નહીં પડે તેવી આગાહી જાહેર કરી છે. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે.જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…