Abhayam News
AbhayamBusiness

વન વિભાગે સાગી લાકડાની તસ્કરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

The forest department has cracked down on the sagi wood smuggling scam

વન વિભાગે સાગી લાકડાની તસ્કરીનું કૌભાંડ ઝડપી પાડ્યું વઘઇ વન વિભાગની ટીમે બારખાંધિયા નજીક‌ થી ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી બોલેરો પીકઅપ વાન સાથે એક આરોપી ને ઝડપી કુલ 4.50 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે. સાગનું લાકડું બજારમાં સરળતાથી અને ઊંચા  ભાવે વેચાઈ જાય છે માટે તેની તસ્કરીના મામલા જોવા મળે છે.

The forest department has cracked down on the sagi wood smuggling scam

વઘઇ વન વિભાગની ટીમે બારખાંધિયા નજીક‌ થી ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી બોલેરો પીકઅપ વાન સાથે એક આરોપી ને ઝડપી કુલ 4.50 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

વન વિભાગે સાગી લાકડાની તસ્કરીનું કૌભાંડ ઝડપી પાડ્યું

મળતી માહિતી અનુસાર વધઇ રેન્જ ની રંભાસ રાઉન્ડ બીટના બારખાંધિયા જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ રવીપ્રસાદ ને મળી હતી. જે બાતમીના આધારે વઘઇ રેન્જના આરએફઓ દિલીપ રબારી, ‌ફોરેસ્ટર કિરણ પટેલ, ભરત ચૌધરી સહિત વનકર્મીઓની ટીમે વઘઇ રંભાસ રાઉન્ડ બીટ ના દગડપાડા બારખાંધિયા માર્ગ પર રાત્રી દરમ્યાન ચેકીંગ હાથ ધર્યું હતું.

વનવિભાગની ટીમને સવારે 5 વાગ્યાના અરસામાં બારખાધીયા મુખ્ય માર્ગ ‌તરફથી એક શંકાસ્પદ બોલેરો પીકઅપ વાન નં એમ.એચ 04 એચ વાય 9441 પસાર થતા તેને વન કર્મીઓ એ રોકવાની કોશિશ કરતા પીક અપ વાન ચાલકે પૂર‌પાટ ઝડપે હંકારી દેતા વનકર્મીઓએ બોલેરો પીક અપ વાનનો પીછો કરી અટકાવી હતી.

The forest department has cracked down on the sagi wood smuggling scam

બારખાંધિયા ગામ નજીક જંગલ વિસ્તાર ના માર્ગ પર થી ગેરકાયદેસર સાગી‌ લાકડા ભરેલા‌ પીક અપ વાન સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો. વાહનની તલાસી લેવામાં આવતા વાહનમાંથી સાગના લાકડા મળી આવ્યા હતા. વનકર્મીઓ અનુસાર પીકઅપ વાનમાં પ્લાસ્ટીક ની કેરેટ વચ્ચે છુપાવેલા ગેરકાયદે 17 ઘન મીટરના સાગી લાકડા મળી આવ્યા હતા.આ અંગે કુલ 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગેરકાયદે સાગી લાકડાની ચોરી ને અંજામ આપનાર બોલેરો પીકઅપના ચાલક વિપુલ અલ્પેશ ગામીત ઉ.૨૩ રહે.પલાસ્યા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશમાં ડાંગ જિલ્લામાં મોટા પાયે સાગ જોવા મળે છે. સાગના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ અને દવાઓ બનાવવામાં થાય છે. આવી સ્થિતિમાં બજારમાં આ વૃક્ષની ખૂબ માંગ છે. મજબૂત અને આકર્ષક હોવાના કારણે આ વૃક્ષના લાકડાનો ઉપયોગ પ્લાયવુડ, જહાજો, ફર્નિચર અને રેલવે કોચ બનાવવામાં થાય છે.આ ઉપરાંત સાગના લાકડાનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે.  બજારમાં આ લાકડાની  ખૂબ માંગના કારણે કિંમત પણ ઉંચી છે. સાગનું લાકડું બજારમાં સરળતાથી અને ઊંચા  ભાવે વેચાઈ જાય છે માટે તેની તસ્કરીના મામલા જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

દિલ્હીમાં CNG કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

Vivek Radadiya

હેરફેર કરી સિમેન્ટ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

Vivek Radadiya

જાપાન રોકેટ ઇંધણ તરીકે ગાયના છાણનો ઉપયોગ કરશે 

Vivek Radadiya