Abhayam News
AbhayamSports

ટીમ ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટ

Team India all out for 245 runs

ટીમ ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટપહેલા દિવસે વરસાદના કારણે 90 ઓવરની રમત થઈ શકી ન હતી. ટીમ ઈન્ડિયાએ મંગળવારે પહેલા દિવસે 59 ઓવરમાં 208/8 રન બનાવ્યા હતા. જે બાદ આજે કેએલ રાહુલે 113 બોલમાં 14 ચોગ્ગા અને 4 છગ્ગાના સહારે 100 રન પૂર્ણ કર્યા હતા પણ ડેબ્યૂ મેચ રમી રહેલા નાદ્રે બર્ગેરે રાહુલની વિકેટ ચટકાવી હતી. 

Team India all out for 245 runs

ટીમ ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટ

પહેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. આજે મેચના બીજા દિવસે કેએલ રાહુલે શતક જડી ટીમ ઈન્ડિયાની ડગમગી રહેલી મેચ સંભાળી હતી. રાહુલે ગેરાલ્ડ કોઆત્જેની બોલ પર છગ્ગો મારી ટેસ્ટમાં આઠમી સદી પૂર્ણ કરી હતી. ખાસ વાત એ છે કે રાહુલે આ પહેલાની ટેસ્ટ શતક સેંચુરિયનમાં જ 26 ડિસેમ્બર 2021માં લગાવી હતી. 

આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાનું ડેબ્યૂ થયું, તે ટીમ ભારતમાંથી ટેસ્ટ રમવા વાળો 309 નંબરનો ખેલાડી બન્યો. બીજી તરફ ટેસ્ટ મેચમાં આ ફોર્મેટનો નંબર 1 બોલર અશ્વિનને ટીમમાં જગ્યા મળી, રવીન્દ્ર જાડેજાએ ટીમની બહાર બેસવું પડ્યું.

Team India all out for 245 runs

ટીમ ઈન્ડિયા કેમ સસ્તામાં સમેટાઇ?
પ્રથમ કારણ: મેનેજમેન્ટને ઓવરકાસ્ટ કન્ડિશન તૈયારી કેમ ન રાખી
મેચની પહેલા જ સેન્ચુરિયનમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. આવી કન્ડિશનમાં ભારતીય ટીમ મેનેજમેન્ટને પરિસ્થિતિની તાગ પહેલાથી મેળવી લેવો જોઈતો હતો. એવા હિસાબે જ પ્લાન પણ તૈયાર કરવાની જરૂર હતી. પણ ભારતીય ટીમની બેટિંગ જોઈ લાગી રહ્યું ન હતું કે વરસાદની સ્થિતિ પણ કોઈ તૈયારી પહેલાથી કરવામાં આવી હોય

બીજું કારણ: ઓપનિંગ જોડી સાથે છેડછાડ
ભારતીય ટીમ સાઉથ આફ્રિકામાં આજ સુધીમાં કોઈ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. આ વખતે પણ કપ્તાન રોહિત શર્મા પાસે ઈતિહાસ રચવાનો મોકો છે પણ આવી સીરિઝમાં તેમણે ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરમાં છેડછાડ કરવાની જરૂર ન હતી. ખાસ કરીને ઓપનિંગ જોડીમાં તો બિલકુલ નહીં પણ રોહિતે ધાર્યું કર્યું અને ઓપનર શુભમન ગિલને નંબર 3 પર બેટિંગ કરવા મોકલ્યો જ્યારે  રોહિતે યશસ્વી જયસ્વાલ સાથે મોરચો સંભાળ્યો, આ ભૂલ રોહિતને ભારે પડી અને બધુ ધાર્યા બહાર થયું રોહિત શર્મા 5 રન તો યશસ્વી જયસવાલ 17 અને શુભમન ગિલ માત્ર 2 રન બનાવી આઉટ થઈ ગયા.

ત્રીજું કારણ: પુલ શૉર્ટએ રોહિતની ગેમ ઓવર કરી!
સેન્ચુરિયન ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્માની લાપરવાહી જોવા મળી,  સુપરસ્પોર્ટ મેદાન ફાસ્ટ બોલરોને વધારે મદદગાર હોય છે તેમ છતાં પણ ગતિ અને ઉછાળને કિનારે કરી રોહિત શર્માએ 5મી ઓવરમાં પુલ શોર્ટ રમવાની ભૂલ કરી અને ઘાતક બોલર રબાડાની ઓવરમાં વિકેટ આપી દીધી અહીં તેમણે વિકેટ પડતાં તેમજ પીચ અને વરસાદની સ્થિતિને જોતા સંભાળીને બેટિંગ કરવાની વધારે જરૂર હતી

ચોથું કારણ: ગિલ ટેસ્ટમાં સાબિત કરી નથી શકતો
વન ડેમાં જોરદાર પ્રદર્શન કરનાર શુભમન ગિલ ટેસ્ટમાં કઈ કાઠું કાઠી શક્યો ન હતો ગિલે અત્યાર સુધીમાં 44 વન ડેમાં 2272 રન બનાવ્યા છે જેમાં 6 સદી પણ છે પણ બીજી તરફ ટેસ્ટમાં ગિલના બેટથી સદી ઓસ્ટ્રેલિયાની સામે 2023માં અમદાવાદમાં જોવા મળી હતી જે બાદ 13, 18, 6, 10, 29* અને 2 રન જ શુભમન બનાવી શક્યો છે. અત્યાર સુધીમાં 19 ટેસ્ટ મેચમાં ફક્ત 968 રન જ ગિલના બેટથી આવ્યા છે. જેમાં 2 શતક અને 4 અર્ધશતક છે. આ આંકડાથી કહી શકાય છે કે ટેસ્ટમાં ગિલ પોતાને સાબિત કરી શક્યો નથી

પાંચમું કારણ: કે એલ રાહુલને છઠ્ઠા નંબરે મોકલવો!
ભારતીય ટીમ મેનેજમેન્ટની બીજી સૌથી મોટી ભૂલ એ હતી કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કે એલ રાહુલને છઠ્ઠા નંબરે બેટિંગ કરવા મોકલ્યો હતો. પણ રાહુલ શ્રેયશ ઐયરની જગ્યાએ વધારે રમતમાં આવી શક્યો હોત કારણ કે રાહુલ અને વિરાટની જોડી મોટી પાર્ટનરશિપ જોવા મળી શકે તેમ હતી. જોકે શ્રેયશ અને કોહલીએ પણ 68 રન પાર્ટનરશિપ નોંધાવી હતી, પણ બંને લાંબી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023 શરૂ

Vivek Radadiya

ગુજરાતમાં આ જગ્યાએ કોંગ્રેસમાં ભંગાણ, આટલા થી વધુ આગેવાનો AAPમાં જોડાયા..

Abhayam

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો

Vivek Radadiya

1 comment

Comments are closed.