- એક તરફ દર્દીઓ તરફડિયાં મારતા હતા, ત્યારે દલાલો ફાઈવ સ્ટાર હોટલ હયાતમાં બેઠાં બેઠાં ઇન્જેક્શનના સોદા કરતા હતા
- મજબૂરીમાં સ્વજનોએ આ ઇન્જેક્શનના 29 હજાર રૂપિયા ચૂકવ્યા, પણ ખરેખર એ ડુપ્લિકેટ હતાં
- પોલીસે 7 આરોપીને ઝડપી 133 ઇન્જેક્શન અને 21 લાખ રોકડા જપ્ત કર્યાં
કોરોનાના કપરા કાળમાં મોતના સોદાગર બિનધાસ્ત ફરીને લોકોના જીવ સાથે રમી રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ કે પછી મોરબી, દરેક જગ્યાએ 7 જેટલા લાલચુ લોકોએ ભેગા મળીને 5000 રેમડેસિવિર ઈન્જેકશન વેચી નાખ્યાં છે. આ રેમડેસિવિર ઈન્જેક્શન નહીં, પણ એની જગ્યાએ ટેટ્રાસાઇકલનું 100 રૂપિયાનું ઈન્જેક્શન હતું. હવે આ ઈન્જેકશનની અસર શું થઈ એ શોધવા ક્રાઇમ બ્રાન્ચ પ્રયાસ કરી રહી છે.
નાની-મોટી વસ્તુ વેચનારાએ ઈન્જેક્શન વેચ્યા
કોરોના સમયે હિતેશ, દિશાત અને વિવેક નાની-મોટી વસ્તુ વેચવા માટે સંપર્કમાં આવ્યા હતા, પણ આ વખતે તેમણે 5000થી વધુ લોકોનો જીવ દાવ પર લગાવી દીધો છે. તેમને ટેટ્રાસાઇકલના 100 રુપિયાના ઈન્જેક્શન ખરીદીને રાયપુરમાં રેમડેસિવિર ઈન્જેકશનનાં સ્ટિકર બનાવ્યાં હતાં. એ બાદ હયાત હોટલમાં આ જોખમી ઇન્જેક્શનનો સોદો થતો હતો.
ઈન્જેકશન અનેક લોકોને વેચતાં સદોષ માનવવધ મુજબ ગુનો નોંધાયો
અમદાવાદથી લઈને અનેક શહેરમાં આ ઈન્જેકશન 5000 લોકોને અપાઈ ગયાં હશે, જેમાં કેટલાકના મૃત્યુ થયા હોવાની આશંકાના આધારે હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. હાલ આરોપીઓ સામે સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.