બેઠકમાં ન બોલાવ્યા તો અકળાયા મનસુખ વસાવા MP Mansukh Vasava statement: સાંસદ મનસુખ વસાવાનો ફરી રોષ ઉભરાયો છે. નર્મદાના અધિકારી રાજ સામે ફરી સાંસદ મનસુખ વસાવાએ હૈયાવરાળ ઠાલવી છે. નર્મદા જિલ્લામાં આયોજન મંડળની બેઠકને લઈ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓની બાદબાકી થતાં ગંભીર આરોપ લગાવ્યાં છે.
બેઠકમાં ન બોલાવ્યા તો અકળાયા મનસુખ વસાવા
અધિકારીઓ પર મનસુખ વસાવાના ગંભીર આરોપ
વસાવાનો આરોપ છે કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જન પ્રતિનિધિઓને ન બોલાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
સાંસદએ અગાઉ LCB પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા
અગાઉ સાસંદે કહ્યું હતું કે, આ દારૂ વેચવાવાળા અનેકવાર પકડાઈ જાય છે છતાં સુધરવાનું નામ લેતા નથી. ખાલી મનસુખ વસાવા બોલશે એટલું નહીં ચાલે, બધાએ બોલવું પડશે. સોલીયા જ નહીં ઘણી જગ્યાએ આવા દુષણો ચાલે છે. તેમણે કહ્યું હતું કે, નાંદોદના ચિત્રોલ-મયાસીના એક સમયના મોટા બુટલેગર દિનેશ વસાવાએ પાછું દારું વેચવાનું ચાલું રહ્યું છે. નર્મદા LCB પોતે માથે રહીને ધંધો ચલાવે છે એવી મને ખબર પડી. એલસીબીના અધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડા ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે