Abhayam News
AbhayamGujarat

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીની જાહેરાત

Gautam Adani's announcement at the Vibrant Gujarat Global Summit

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીની જાહેરાત ગૌતમ અદાણીએ કહ્યું કે તે વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે 725 ચોરસ કિલોમીટરમાં 30 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે. તેને અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે “આત્મનિર્ભર” ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ.

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો દબદબાભેર પ્રાંરભ થઈ ગયો અને સાથે જ ગુજરાતના વિકાસની યશગાથામાં વધુ એક મોરપિચ્છ ઉમેરાઈ ગયું છે. દેશ દુનિયામાંથી આવેલા મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજુ કરવામાં આવ્યા સાથે રોકાણને લઈને પણ આંકડાઓ રજુ થવા માંડ્યા. આ જ પ્રસંગે દેશના અગ્રણી ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીની જાહેરાત

તેમણે જણાવ્યું કે 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધન કરવું એ એક લહાવો છે. આ દરેક સમિટનો એક ભાગ હોવાનો મને ખૂબ જ ગર્વ છે.  તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે તે અસાધારણ દ્રષ્ટિની અદભૂત અભિવ્યક્તિ છે. તેમાં આપના હસ્તાક્ષરો, ભવ્ય મહત્વાકાંક્ષા, વિશાળ સ્કેલ, ઝીણવટભર્યુ શાસન અને દોષરહિત અમલીકરણ છે. ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપને પુનઃનિર્માણ કરવા આપણા તમામ રાજ્યો – સ્પર્ધા – અને – સહકારથી આગળ વધતા રાષ્ટ્રવ્યાપી ચળવળને પ્રજ્વલિત કરી રહ્યા છે.

વિતેલા દાયકાના આંકડાઓ નોંધપાત્ર છે: 2014 થી ભારતની જીડીપી 185% અને માથાદીઠ આવકમાં અદભૂત 165% વૃદ્ધિ થઈ છે. છેલ્લા દાયકાના ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને મહામારીના પડકારોને જોતા આ સિદ્ધિ અપ્રતિમ છે.

માનનીય વડાપ્રધાન, આંતરરાષ્ટ્રીય મંચ પર આપની સિદ્ધિઓ પણ એટલી જ નોંધપાત્ર છે. આપ અમને વૈશ્વિક પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવતા દેશમાંથી એવા રાષ્ટ્ર તરફ લઈ ગયા છો જે હવે વૈશ્વિક પ્લેટફોર્મ બન્યો છે. સોલાર એલાયન્સ પ્લેટફોર્મ આપની કલ્પનાઓની એક પહેલ છે. G20 પ્લેટફોર્મ પર આપનું નેતૃત્વ, વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થા માટેના બેન્ચમાર્ક સેટ કરે છે. G20 માં ગ્લોબલ સાઉથ ઉમેરવું એ આધુનિક ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી.

માનનીય વડાપ્રધાન, આપ માત્ર ભવિષ્યની આગાહી જ કરતા નથી પરંતુ તેને આકાર પણ આપો છો. આપે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બનવા માટે દિશામાન કર્યું છે અને તેને વાસુદેવ કુટુમ્બકમ્ અને વિશ્વગુરુની બે ફિલસૂફી દ્વારા સંચાલિત વૈશ્વિક સામાજિક ચેમ્પિયન તરીકે સ્થાન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જેમણે પોતાનું શિક્ષણ નવોદય વિદ્યાલયમાંથી મેળવ્યું છે તેમની સાથે ખાસ વાતચીત

Vivek Radadiya

ગુજરાતમાં આ તારીખ થી લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન…

Abhayam

પીએમ પદને લઈ સી-વોટરનો એક મહત્વનો સર્વે સામે આવ્યો

Vivek Radadiya