Abhayam News
AbhayamNational Heroes

જૂનાગઢવાસીઓની આઝાદી નો ઇતિહાસ

History of independence of Junagadh people

જૂનાગઢવાસીઓની આઝાદી નો ઇતિહાસ મુંબઈમાં રહેતા જૂનાગઢવાસીઓની 19મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાય હતી. જૂનાગઢની આઝાદી માટે લડતનાં મંડાણ થયા હતાં. યુવાનોની ફોજ તૈયાર કરવામાં આવી હતી. આરઝી હકૂમતની લડતમાં 4000 જેટલા સૈનિકો જોડાયા હતાં.

History of independence of Junagadh people

જૂનાગઢવાસીઓની આઝાદી નો ઇતિહાસ

    જૂનાગઢ: સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ખુશી મનાવી રહ્યો હતો, ત્યારે જૂનાગઢ નવાબ મહાબતખાન-ત્રીજાએ 15મી ઓગસ્ટ, 1947 ના રોજ જૂનાગઢ રાજ્યના પાકિસ્તાન સાથેના જોડાણને સ્વીકારતા રાજ્યની હિન્દુ પ્રજા ગૂંચવણમાં પડી ગઇ હતી. સમગ્ર કાઠિયાવાડમાં ખળભળાટ મચી ગયો હતો. પ્રજાનો અનુભવ હતો કે, રાજ્યમાં રહી રાજ્ય વિરુદ્ધ ચળવળ કે આંદોલન શક્ય ન હતું, તેમજ ભૌગોલિક પરિસ્થિતિ તથા વસ્તીના પ્રમાણની દ્રષ્ટિએ આ નિર્ણય તદ્દન અવ્યવહારુ હતો.

    History of independence of Junagadh people

    આ પરિસ્થિતીમાં મુંબઈમાં રહેતા જૂનાગઢવાસીઓની 19મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈના વંદે માતરમ કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાય હતી. જેમાં ઢેબરભાઈ, શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠ જેવાં નામી આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં નવાબ મહાબતખાન ત્રીજાને સમજાવવા એક પ્રતિનિધિ મંડળ મોકલવાનું નક્કી થયું હતી.

    History of independence of Junagadh people

    પરંતુ નવાબ મહાબતખાનના પાકિસ્તાન સાથે જોડાણના નિર્ણયને બદલવા માટે કરવામાં આવેલ દરેક પ્રયાસ નિષ્ફળ જતાં, મુંબઈ સ્થિત જૂનાગઢવાસીઓ દ્વારા માધવબાગ ખાતે 25મી સપ્ટેમ્બર, 1947 ના રોજ નવાબ મહાબતખાન સામે સશસ્ત્ર લડત આપવા નિર્ધાર જાહેર કર્યો. આ જાહેરસભામાં આરઝી હકુમતની સ્થાપના કરી, આરઝી હકુમતનું જાહેરનામું અને પ્રધાનોના નામોની સૂચિને પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

    History of independence of Junagadh people

    આરઝી હકૂમતના પ્રધાનમંડળના વડાપ્રધાન શામળદાસ ગાંધી હતા. તેઓ દ્વારા પોતાના પ્રધાનોને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. 30મી સપ્ટેમ્બર 1947ના રોજ રાજકોટ ખાતે આવેલ જૂનાગઢ હાઉસ (વર્તમાન સર્કિટ હાઉસ)નો કબજો લઈને આરઝી હકુમતના મુખ્ય મથક તરીકે તેની સ્થાપના કરી હતી.

    આરઝી હકૂમતના પ્રધાનમંડળના વડાપ્રધાન શામળદાસ ગાંધી હતા

    ત્યાંથી વહીવટી કાર્યવાહીની શરૂઆત કરી હતી. જે પછી અનેક સ્વયંસેવકોની ભરતી કરવામાં આવી હતી. યુવાનોને સામાન્ય હથિયારોના ઉપયોગની તાલીમ આપવામાં આવી હતી. આઝાદ હિન્દ ફોજ તથા અન્ય નિવૃત્ત જવાનોને આરઝી હકુમત સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. આરઝી હકૂમતની લડતમાં 4000 જેટલા સૈનિકો જોડાયા હતાં.

    History of independence of Junagadh people

    કુલ 106 ગામ કબજે કર્યા હતો.

    જૂનાગઢ રાજ્યમાંથી પાકિસ્તાનનો પગદંડો ખસેડવા યોજનાઓ અને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. 24મી ઓકટોબર 1947ના રોજ અમરેલી જિલ્લાના કુકાવાવ પાસે આવેલ જૂનાગઢ રાજ્યના અમરાપુર ગામ પર છાપો મારી તેને કબજે કર્યું અને બે દિવસમાં જૂનાગઢ રાજ્યના અન્ય 21 ગામો હસ્તગત કર્યા હતાં.

    History of independence of Junagadh people

    રાજ્યમાં ચાલતી આ પ્રવૃત્તિઓ, રાજ્ય અને રાજ્ય બહારના શાસકો તથા આગેવાનોના અવિરત પ્રયાસથી નવાબ મહાબતખાન પોતાના પાકિસ્તાન સાથે જોડાવવાનો નિર્ણય બદલી શકે, તેવા ભયથી દીવાન ભુટ્ટોએ નવાબને કરાચી જઈ ઝીણા સાથે વાટાઘાટો માટે જવાની સલાહ આપી હતી. આમ, નવાબ મહાબતખાન પોતાના કુટુંબીજનો સાથે 24મી ઓકટોબર 1947 ના રોજ વિમાન દ્વારા કેશોદ થી કરાંચી જવા રવાના થયા હતા. નવાબના કરાંચી ગમન બાદ અને આરઝી હકૂમતની સફળતાને કારણે જૂનાગઢ રાજ્યની પ્રજામાં હિંમત અને ખુમારી આવી. જે પછી લડવૈયાઓએ કુલ 106 ગામ કબજે કર્યા હતો.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

    Related posts

    દેશનું નામ રોશન કરનાર વિશ્વ ચેમ્પિયન દીકરી આજે લોકોના લગ્ન પ્રસંગોમાં વાસણ ધોઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર છે…

    Abhayam

    સુરત:-શહીદ જવાનોના પરિવાર માટે દેવાણી પરિવારે પુત્રના લગ્નમાં 1 લાખ દાન આપ્યું…

    Abhayam

    146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી

    Vivek Radadiya