Abhayam News
Abhayam News

દેશસેવા કરવા ઇચ્છતા નવયુવાનોને સેનામાં ફરજનો મોકો મળે એ બાબતે મિત માંડવીયા એ લખ્યો PM ને પત્ર..

દેશસેવા કરવા ઇચ્છતા નવયુવાનોને સેનામાં ફરજનો મોકો મળે એ બાબતે.ભારત દેશની આ ભુમિ અભિનંદન ની ભુમિ રહી છે. જયારે જયારે દેશ પર કોઇ આફત આવી છે ત્યારે આ દેશના નવયુવાનો પોતાની ફરજ સમજીને પોતાના વતન માટે સેવા કરવા તત્પર રહ્યા છે. પરંતુ આપણા દેશમાં અનેક નવયુવાનો દેશસેવા માં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. પણ અમુક કારણોસર તેમની પસંદગી થતી નથી. જેથી એવા નવયુવાનો ના સપના અધુરા રહી જાય છે. આ મુદ્દાને લઈને અમે તમારી પાસે એટલું જ ઇચ્છીએ છીએ કે સમગ્ર ભારતના નવયુવાનો કે જે સ્વૈચ્છિક રીતે દેશસેવા કરવા ઇચ્છતા હોય તેમને અંશતઃ સમય માટે મોકો આપવામાં આવે અને પોતાની પ્રામાણિકતા થી ફરજ બજાવી શકે એવી કોઇને કોઇ વ્યવસ્થા કરવામાં આવે. જેથી કરીને એવા નવયુવાનો કે જેમના દેશસેવા ના કોડ અધુરા રહી ગયા છે એ પુરા થઇ શકે.

*પત્ર લખનાર મિત માંડવીયા નો પરિચય*

હું છેલ્લા 2 વર્ષથી ભારતીય સેનાની તૈયારી કરુ છું અને મારું એક સપનું છે કે હું ભારતીય સેનામાં જોડાવ અને દેશસેવા કરુ. પરંતુ છેલ્લે વર્ષ 2019 માં ભારતીય સેના ની પરીક્ષા નું આયોજન હિંમતનગર ખાતે થયેલું અને એ પરીક્ષા માં હું 50 મીટર થી ફીઝીકલ નાપાસ થયેલ છું. આ પરીક્ષા પછી પણ મે તૈયારી તો ચાલુ જ રાખી છે પણ એક સપનું હતું જીવનમાં કે હું કંઇક કરી બતાવું. એટલે મે એક ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી અને એ ચેરીટેબલ ટ્રસ્ટ ને નામ આપ્યું કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ… આ ટ્રસ્ટ સમગ્ર ભારતમાં કાર્યરત છે. પમ મૂળ વાત તો એ જ કે મારે કંઇક દેશ માટે કરવું છે એટલે મે મારા જીવન ના સંકલ્પ થી અને એક વિચારથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અરજ કરીને એક વિનંતી કરી છે કે દેશનો કોઇ પણ નાગરિક દેશસેવા કરવા માંગતો હોય તો તે નાગરિક સ્વૈચ્છિક રીતે સેનામાં જોડાઇ શકે અને દેશસેવા કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ વ્યવસ્થા જો કરવામાં આવશે તો અમારા જેવા કેટલાય દેશપ્રેમી યુવાનો ભારતીય સેના માં જોડાશે અને સમય મર્યાદા અનુસાર સેવા આપી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગુજરાતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટયોઃબે મહિનામાં આટલા નકલી ડૉક્ટરો પકડાયા..

Abhayam

જુઓ;-દુબઈ બંદર પરના જહાજમાં પ્રચંડ વિસ્ફોટ..

Abhayam

4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની..

Abhayam

Leave a Comment