ગુજરાત માં હાલ ટૂંક સમય થી કોરોના ની બીજી લહેર નો ખોફ ઓછો થયો છે તેવા માં દરેક પરિવાર પોતાના જીવન ને સંભાળી સાચવી ને તેમજ સુરક્ષા સાથે જીવી રહ્યું છે તેવા સમય માં કોરોના ને લઈ ને બેદરકારી ધરાવતા ભાજપ કાર્યાલય ના દૃશ્યો જોવા મળ્યા છે સુરત મા યુવા મોરચા ની ભાજપ કાર્યાલય પર બોલાવાયેલી મિટિંગ માં કોરોના ના નિયમો ના ધજાગરા ઉડ્યા હોય એવું નજરે ચડ્યું .
કોરોના સંક્રમણ ફેલાવવા માટે વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે ખૂબ જરૂરી છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, બીજી લહેરમાં જે પ્રકારે સ્થિતિની થઈ હતી તેનાથી બોધપાઠ લઈને નેતાઓએ વિશેષ કરીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ નેતાઓ સત્તાની લાલસામાં લોકોના જીવ જોખમમાં મૂકવાનું ટાળતા નથી. સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાને પ્રથમ મીટિંગ મળી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. જ્યારે અડધા જેટલાએ તો માસ્ક પણ પહેર્યા ન હતા.
આગામી છથી આઠ અઠવાડિયામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરાવી શકે છે એ શક્યતા બાદ પણ નેતાઓ પોતાના કાર્યક્રમો ટાળવાનો જરૂરી નથી સમજી રહ્યા. બીજા શહેરમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. નેતાઓએ કરેલા કાર્યક્રમોને કારણે કોરોના સંક્રમણ વધુ વ્યાપક રીતે ફેલાયો હતો અને સુરત શહેરમાં અનેક લોકોના જીવ ગયા હતા. બીજી લહેર જેવા ભયાવહ દ્રશ્યો ત્રીજી લહેરમાં ન જોવા હોય તો નેતાઓએ પોતાની સામાજિક જવાબદારી સમજીને પણ કાર્યક્રમ ટાળવા જોઈએ. કોરોના ગાઇડલાઇન ઉલ્લંઘન બાબતે કોઈપણ રાજકીય નેતાની સામે સખ્તાઈપૂર્વકના પગલાં ન લેવાના કારણે તેઓ બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરતાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…