Abhayam News
AbhayamNews

18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણ અંગે મહત્વના સમાચાર..

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય..


18-44 વર્ષની વયના લોકોએ વેક્સિનેશન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની લેવાની જરુર નથી..


આ વયના લોકો હવે સીધા વેક્સિનેશન સેન્ટર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે..


જોકે હાલમાં આ સુવિધાનો લાભ ફક્ત સરકારી વેક્સિનેશન સેન્ટર પર મળશે…

ગુજરાતમાં આ નિયમ લાગુ નહીં….

આજે એવા ઘણા મીડિયા રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 18+ ઉંમરના લોકોને વેક્સીન માટે હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી, તેઓ ડાયરેક્ટ વેક્સીન સેન્ટર પર જઇને રસી મૂકાવી શકશે. પરંતુ આ સમાચાર વાયુવેગે પસરતા આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સીનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.

આ સિવાય CMએ ગઇકાલે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને સોમવાર 24 મેથી એક અઠવાડિયા સુધી રોજના 1 લાખ ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં 18થી 44ની વય જૂથના યુવાઓનું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સીનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સીનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે. એટલે સ્વાભાવિક છે કે, જે મીડિયા સામે આવી રહ્યા છે, તે પાયાવિહોણા છે. એક રીતે જોવા જઈએ તો એ શક્ય પણ નથી, કારણ કે જો લોકો ઓનલાઇન રજિસ્ટ્રેશન વગર ડાયરેક્ટ વેક્સીનેશન સેન્ટર પહોંચી જાય તો કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડી શકે છે.

ફ્રંટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાતે આ અગ્રેસરતા મેળવ્યા બાદ હવે 18થી 44 વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓની આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

લાઇસન્સ વિના કરિયાણાની દુકાન કે જનરલ સ્ટોર પર સેનેટાઇઝર સહિતના કેમિકલયુક્ત લિક્વિડના વેચાણ પર પ્રતિબંધ…

Abhayam

જુઓ જલ્દી:-રેમડેસિવીર બાદ પેરાસીટામોલ પણ ડુપ્લીકેટ..

Abhayam

દેશની સૌથી મોટી સરકારી બેંકે આપ્યો મોટો ઝટકો

Vivek Radadiya