Abhayam News
AbhayamNews

આ ઇન્જેક્શન માત્ર 240 રૂપિયામાં આપશે સરકાર: જાહેર કરવામાં આવ્યો ફોન નંબર..

વર્તમાન સ્થિતિમાં મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) ના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે.

મ્યુકરમાઇકોસીસના નિદાનની વિગત
સારવાર આપતા તબીબનો ભલામણપત્ર
હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે


સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી
દાખલ દર્દીના કેસની વિગત(તબીબના પ્રિસ્ક્રીપ્શન(અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ)
દર્દીના આધારકાર્ડની નકલ

આ ઇમેલ મળ્યેથી મળેલ માહિતીનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરીફીકેશન કરવામાં આવશે. ખરાઇ કર્યા બાદ જ Amphotericin B(Lyophillised) ઇન્જેકશન ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેકશનની ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલ થી જાણ કરવામાં આવશે.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી.chaamphobdistribution@gmail.com ઉપર દર્દીની માહિતી મોકલી આપવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇ.ડી. સિવાય અન્ય ઇમેલ પરથી આવેલ ડેટાને માન્ય રાખવામાં આવશે નહી.

જાણ થયેલ હોસ્પિટલ દ્વારા તેમના અધિકૃત વ્યક્તિને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન માટે ફોટો આઇ.ડી. પ્રુફ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવેલ સરનામે બપોરે 3 થી 5 કલાકમાં મોકલી શકશે.


એમ્ફોટેરેસીન બી ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર, ઓ.પી.ડી. બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ , અસારવા અમદાવાદ.

અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ પ્રમાણે જ Amphotericin B(Lyophillised) ઇન્જેશનનું પેમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદનાં એકાઉન્ટમાં ઓનલાઇન અથવા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતેના કેશ કાઉન્ટર નંબર 12 ખાતે કેશ જમા કરાવવાનું રહેશે.
ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા જથ્થાની ઉપલ્ધતાના આધારે જ ઇન્જકેશનનું વિતરણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પર સંપૂણ માહિતી મેળવી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

ડિસેમ્બર 2023 ઘણા મહત્વના કામ પૂરા કરવા માટેનો છેલ્લો મહિનો

Vivek Radadiya

આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા ચૂંટણી લડશે  

Vivek Radadiya

શું તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગો છો?

Vivek Radadiya