Abhayam News
AbhayamNews

લોકડાઉનને કારણે આકાશમાં વિમાનની અંદર 130 મહેમાનોની હાજરીમાં લગ્ન કર્યા..

અત્યારે આખો દેશ કોરોના વાયરસ સાથે જંગ લડી રહ્યો છે અને તેની સંક્રમણ ચેઈન તોડવા માટે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. લગ્નની આ સીઝનમાં પણ લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે સરકારે ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવીને રાખ્યા છે. તેવામાં એક કપલે ધરતીને બદલે આકાશમાં લગ્ન કરવાની યોજના બનાવી અને પ્લેનમાં સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા છે.. જાણીએ શું છે સમગ્ર ઘટના…

આ જ કારણ છે કે એક કપલે એક કદમ આગળ વધીને ચાર્ટર્ડ ફ્લાઈટની અંદર લગ્ન કર્યા હતા. મદુરાઈના રાકેશ અને દીક્ષાએ એક વિમાન ભાડે કર્યું હતું અને પોતાના 130 સગા સંબંધીઓની સાછે જ્યારે વિમાન આકાશમાં હતું તે સમયે લગ્ન કર્યા હતા. આ કપલના બે દિવસ પહેલા સાદાઈથી લગ્ન થઈ ગયા હતા, જેમાં ઘણા ઓછા સગા સંબંધીઓ હાજર હતા. જોકે જેવી જ રાજ્યમાં એક દિવસની છૂટની જાહેરાત કરવામાં આવી તો તેમણે પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે આ યોજના બનાવી લીધી હતી.

આ અનોખા લગ્ન થયા છે તમિલનાડુના મદુરાઈમાં જ્યાં થુથુકુડી જઈ રહેલા વિમાનમાં સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા છે. તમિલનાડુમાં કોરોનાના કેસોને કારણે સીએમ સ્ટાલિને 24 મેથી 31 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ વચ્ચે ઘણા કપલો જેમણે 24 મેથી 31 મે વચ્ચે લગ્ન કરવાની યોજના બનાવી હતી, તેઓ મંદિરની બહાર એકઠા થયા હતા અને પોતાના સંબંધીઓની સામે લગ્ન કરી લીધા કારણ કે લોકડાઉનને કારણે કોઈ પણ પ્રકારના સમારોહની પરવાનગી આપવામાં આવી નથી

આ વિમાનમાં તેમણે સગા સબંધીઓની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન કરી હતી. દંપત્તિએ જણાવતા કહ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ 130 પ્રવાસીઓ તેમના સગા-સંબંધી હતા અને તમામનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તે પછી જ તમામ 130 પ્રવાસીઓને વિમાનમાં બેસાવાની મંજુરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

માનવ સેવાથી પ્રભુ સેવા આ સંસ્થા લોકો ગાય શ્વાનની કરે છે સેવા

Vivek Radadiya

ભાજપના નેતા સુનિલભાઈ ઓઝાનું નિધન 

Vivek Radadiya

અર્થતંત્રનું ઐતિહાસિક પ્રદર્શન

Vivek Radadiya