Abhayam News
AbhayamGujaratPolitics

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2

BJP's 'Operation Lotus Part 2' will begin in January

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2 લોકસભા ચૂંટણી 2024 અગાઉ ગુજરાતમાં ભાજપે ‘ઓપરેશન લોટસ’ શરૂ કરી દીધું છે. ગઇકાલે કોગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. અગાઉ આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા છે.

BJP's 'Operation Lotus Part 2' will begin in January

ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે સંકલ્પ કર્યો હતો કે  લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવી છે. ટાર્ગેટ એવો છે કે, વિપક્ષના લોકોને ભાજપમાં જોડવા પડશે. કારણકે દરેક લોકસભા બેઠકમાં અંદાજિત 8.5 લાખથી 9 લાખ જેટલા મત છે. તેમાં 5 લાખની લીડ મેળવવી એટલે ત્રણ ભાગના મત ભાજપને મળે તો શક્ય છે. 5 લાખની લીડનો સંકલ્પ પૂર્ણ કરવા ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે.

જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું ‘ઓપરેશન લોટસ પાર્ટ 2

BJP's 'Operation Lotus Part 2' will begin in January

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન લોટસ બે તબક્કામાં પાર પડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પહેલો તબક્કો ગયા સપ્તાહથી શરૂ થયો છે. પહેલા તબક્કામાં વિપક્ષના સીટિંગ MLAને રાજીનામા આપવી ભાજપમાં જોડાવાનું આયોજન છે.  ડિસેમ્બરના અંત સુધી કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આ તબક્કો ચાલશે. ત્યારબાદ જાન્યુઆરીમાં ઓપરેશન લોટસનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં વિપક્ષના તાલુકા – જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને ભાજપમાં ભેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં અંત સુધીમાં આ તબક્કો પણ પૂર્ણ કરવામાં આવશે.

તાલુકા – જિલ્લા પંચાયતના વર્તમાન અને પૂર્વ સભ્યોને ભાજપમાં જોડવામાં આવશે. વર્તમાન ધારાસભ્યોની જેમ પૂર્વ ધારાસભ્યોની કમલમમાં વેલકમ પાર્ટી થશે. કોંગ્રેસના પૂર્વ સાંસદો પણ ઓપરેશન લોટસ અંતર્ગત ભાજપમાં જોડાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

એક નાની ભૂલથી થઈ શકે છે ફ્રોડ

Vivek Radadiya

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સુરતનો વેપારી મકાઇ- પોલિએસ્ટર યાર્નમાંથી બનાવશે ટોપી અને ધજા

Vivek Radadiya

ધોરાજી પંથકના ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો

Vivek Radadiya