Abhayam News
AbhayamNews

કોરોનાની સારવારના સાધનોની ખરીદી માટે તમામ ધારાસભ્યોએ ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવા પડશે:રાજ્ય સરકારનો નિર્ણય..

વિશ્વવ્યાપી મહામારી કોરોના કોવિડ-19ના સંક્રમણને રાજ્યમાં અટકાવવા તેમજ તેની સારવાર માટે અદ્યતન સાધનો-મશીનો ખરીદવા હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં થયેલા નિર્ણય અનુસાર રાજ્યના જનપ્રતિનિધિઓએ આ રકમમાંથી સિવિલ હોસ્પિટલો, અન્ય સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોરોના-19ની પ્રવર્તમાન સ્થિતિમાં તેની સારવાર-નિયંત્રણના અદ્યતન સાધનો-મશીનો ખરીદવા માટે ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવાના રહેશે.

ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી સાધનોની ખરીદી થઇ શકશે
મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, અગાઉ ધારાસભ્યો પોતાની આવી ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મત ક્ષેત્રમાં આરોગ્ય સાધનોની ખરીદી માટે કરતા હતા તે હવે, પ્રવર્તમાન કોવિડ-19 ની સ્થિતિમાં પોતાના જિલ્લાની સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ માટે પણ કરી શકશે. એટલું જ નહિ, ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ જે સેવાભાવથી અને નહિ નફો, નહિ નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂ. 50 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે.

કયા કયા સાધન ખરીદી શકાશે
ધારાસભ્યોની ઓછામાં ઓછી રૂ. 50 લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે, તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર-10 લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ(10,20,50 એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (6000 લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન જનરેશન યુનિટ (250 અને 500 લીટર)નો સમાવેશ થાય છે.

વર્ષ 2021-22 માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સુચવ્યું છે કે, આ MLA ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19 ની વિશિષ્ટ પરિસ્થિતીમાં માત્ર વર્ષ 2021-22 માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે. આ ઉપરાંત આવા કામોના અમલીકરણ-ખરીદી માટે નિયત અમલીરણ કચેરીઓએ તેમના સંબંધિત વિભાગના પ્રવર્તમાન નીતિ-નિયમોનું પાલન કરવાનું રહેશે. ધારાસભ્ય ફંડમાંથી કામો મંજુર કરી તેના અમલીકરણ બાબતે રાજ્ય સરકારની અન્ય પ્રવર્તમાન જોગવાઇઓ યથાવત રાખવામાં આવી છે.(સોર્સ :-દિવ્ય ભાસ્કર )

Related posts

98 ટકા શરીર પર ટેટૂ અને 91 બોડી મોડિફિકેશન કરાવીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

Vivek Radadiya

અંબાલાલે ઓચિંતી કરી આફતની આગાહી

Vivek Radadiya

સુરત:- હેટ્રો કંપનીના રેમડેસીવીર ઇન્જેક્શનના નામે ખાલી બોટલમાં પાણી પધારાવતો ઇસમ પકડાયો,જાણો સમગ્ર ઘટના..

Abhayam