Abhayam News
AbhayamNewsSports

આગામી IPLમાં ધોની રમશે કે નહીં?

આગામી IPLમાં ધોની રમશે કે નહીં? IPL 2023 પછી મહેન્દ્રસિંહ ધોનીના ઘુંટણની સર્જરી થઈ હતી, તે બાબતે ધોનીએ જરૂરી અપડેટ આપી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ જણાવ્યું છે કે, ડોકટરો અનુસાર ઘુંટણ ક્યારે ઠીક થશે. ધોનીએ હિંટ આપી છે કે, તેઓ IPLની આગામી સીઝન રમશે કે નહીં. 

આગામી IPLમાં ધોની રમશે કે નહીં?

મહેન્દ્રસિંહ ધોની 26 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં એક ઈવેન્ટમાં ગયા હતા. આ દરમિયાન ધોનીએ જણાવ્યું કે, તેમણે માત્ર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, ડોકટરોએ ધોનીને કહ્યું છે કે, તેઓ નવેમ્બર સુધીમાં ઠીક થઈ જશે. તેમને ઘુંટણમાં હવે કોઈ તકલીફ નથી અને તેઓ સંપૂર્ણપણે ફિટ થઈ શકે છે. 

MS ધોનીનું નિવેદન

મહેન્દ્રસિંહ ધોનીએ જણાવ્યું છે કે, ‘ઓપરેશનથી ધુંટણમાં સારું છે. રિહેબ ફેઝ ચાલી રહ્યો છે. ડોકટરોએ જણાવ્યું છે કે, નવેમ્બર સુધીમાં સરખું થઈ જશે અને રોજબરોજના કામમાં કોઈ તકલીફ થતી નથી.’

સોશિયલ મીડિયા પર ઈન્ટરવ્યૂની આ ક્લિપ વાયરલ થઈ રહી છે. ધોનીના ફેન્સને ચિંતા થતી હતી કે, ધોનીના ઘુંટણમાં હવે કેવું છે. ફેન્સ આતુરતાથી ધોનીના કમબેકની રાહ જોઈ રહ્યા છે અને ઘુંટણમાં સારું હોવાના સમાચારથી ખૂબ જ ખુશ છે. 

ઈન્ટરવ્યૂની આ ક્લિપ વાયરલ થઈ રહી છે

મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી નિવૃત્તિની ના પાડી દીધી છે. ધોનીએ મે 2023માં ગુજરાત ટાઈટન્સને હરાવ્યા પછી અને ફાઈનલ જીત્યા પછી જણાવ્યું હતું કે, 9 મહિના સુધી મહેનત કરીને વધુ એક IPL સીઝન માટે રમવાની કોશિશ કરવી તે ખૂબ જ અઘરૂ છે. CSK ફેન્સ પાસેથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને વધુ એક સીઝનમાં મને ક્રિકેટ રમતા જોવો તે ફેન્સ માટે એક ગિફ્ટ હશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ

Vivek Radadiya

આ ક્વોટામાં ટ્રેન ટિકિટ બુક કરાવશો તો 100 ટકા કન્ફર્મ મળશે

Vivek Radadiya

નાઇટ કર્ફ્યૂ અંગે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો.

Abhayam

1 comment

Comments are closed.