Abhayam News
AbhayamGujaratInspirationalPolitics

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી અને જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીને પાંચ વર્ષ પૂર્ણ
  • 2013માં નરેન્દ્ર મોદીએ શિલાન્યાસ કર્યો હતો
  • વર્ષ 2018માં PMએ SOUને દેશને સમર્પિત કર્યું હતુ

પ્રધાનમંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદીએ ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સપનું જોયું હતું. નરેન્દ્ર મોદી તત્કાલિન ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે 2013માં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો હતો. તેમજ વડાપ્રધાન બન્યા પછી તેમણે વર્ષ 2018માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરી હતી. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા લગભગ 2889 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. જ્યાં અત્યાર સુધી 1.53 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે. આ સ્ટેચ્યુ બન્યા પછી સ્થાનિક લોકોને રોજગારી મળી છે તેમજ ગુજરાત અને દેશને એક નવો પ્રર્યટન સ્થળ મળ્યો છે. 

ક્યારે કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી

  • વર્ષ 2018માં 4.53 લાખ પ્રવાસી
  • વર્ષ 2019માં 27.45 લાખ પ્રવાસી
  • વર્ષ 2020માં 12.81 લાખ (કોરોનાનો સમયગાળો)
  • વર્ષ 2021માં 34.29 લાખ
  • વર્ષ 2022માં 41.32 લાખ
  • વર્ષ 2023માં 31.92 લાખ

કેવડિયા હવે એકતા નગર

અત્રે જણાવી દઈએ કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની જાહેરાત કરી હતી, ત્યાર બાદ વર્ષ 2018માં આ પ્રતિમા દેશને સમર્પિત કરવામાં આવી છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા પછી એક એક પછી એક આમ 26 નવા પ્રોજેક્ટો અહી બનાવવામા આવ્યા છે. જેથી કેવડિયા હવે એકતા નગર બની ગયું છે. 

ક્યા પ્રોજેક્ટ શરૂ કરાયા 

  • વિશ્વ વન
  • એકતા નર્સરી
  • બટર ફ્લાઈ ગાર્ડન
  • એકતા ઓડિટોરિયમ
  • રિવર રાફટિંગ
  • કેકટ્સ ગાર્ડન
  • આરોગ્ય વન
  • જેગલ સફારી
  • એકતા મોલ
  • ચિલ્ડ્રન પાર્ક
  • ઈ બસ સર્વિસ
  • નર્મદા આરતી
  • SOU સાઉન્ડ અને લાઈટ શો

પાંચ વર્ષ પૂર્ણ
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટોમાંથી એક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જેને પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેને લઈ પીએમ મોદી તેઓ આજે કેવડિયા ખાતે ખાસ ઉપસ્થિત રહેવાના છે, જેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને નમન કરશે

શુ શરૂ થઈ રહ્યો છે

  • ગોલ્ફ કાર્ટન
  • પબ્લિક બાઈક શેયરિંગ
  • પર્યટન કેન્દ્ર
  • કમલમ પાર્ક
  • વોક વે
  • 50 મોટી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ
  • સહકાર ભવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

મહેશ સવાણીના AAPમાં જોડાયેલા શુભેચ્છા પાઠવતા બેનરો SMCએ ઉતારી લીધા..

Abhayam

સમય જતા દારૂની છૂટછાટ અંગે ગુજરાત સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

Vivek Radadiya

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam