કોરોના સંક્રમણના કેસ વધતા જોઈને પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે આ આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશ મુજબ પશ્ચિમ બંગાળમાં 16 મેથી 30 મે સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. પ્રાઇવેટ ઓફિસ, શાળા, કૉલેજો બધુ જ બંધ રહેશે. શાકભાજી અને રાશનની દુકાનો પણ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.
જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ 16 મેથી 30 મે એટલે કે આગામી 15 દિવસો સુધી રાજ્યમાં લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓમાં જ છૂટ મળશે. રાતે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લોકોના નીકળવા પર પ્રતિબંધ રહેશે.

આ લોકડાઉનમાં શું શું બંધ રહેશે.
બધી સરકારી અને પ્રાઇવેટ ઓફિસ (જરૂરી સેવાઓ છોડીને), શાળા, કૉલેજ બંધ રહેશે.
રાજનૈતિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે.
જરૂરિયાતની સેવાઓને છોડીને બાકી બધી રીતેની ઇન્ડસ્ટ્રીઝ-ફેક્ટ્રી બંધ રહેશે.
જરૂરિયાતની સેવાઓમાં લાગેલા ટ્રક કે ગુડ વ્હીકલને છોડીને બાકી બધા ટ્રકોના મુવમેન્ટ પર પ્રતિબંધ હશે.
ઇમરજન્સી સિવાય પ્રાઇવેટ કાર, ટેક્સી, ઓટો નહીં ચાલે.
લોકલ ટ્રેન, મેટ્રો સર્વિસ, બસ સર્વિસ, ટ્રેન સર્વિસ બંધ રહેશે.
કઇ વસ્તુઓ પર છૂટ રહેશે?
ફળ, શાકભાજી, રાશન, દૂધની દુકાનો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.
મીઠાઈની દુકાનો સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
બેન્ક સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકો જ સામેલ થઈ શકશે
તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ચૂંટણી પૂરી થયા બાદ અહીં સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાજ્ય સરકારની બુલેટિન મુજબ, શુક્રવારે પશ્ચિમ બંગાળમાં 20 હજાર 846 નવાં કેસ સામે આવ્યા હતા અને 136 લોકોના કોરોનાના કારણે મોત થઈ ગયા હતા. તો સંક્રમણ દર 30 ટકાની આસપાસ છે, જ્યારે જે દિવસે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ હતી એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ અહીં પૉઝિટિવિટી દર 1 ટકાથી ઓછો હતો. પશ્ચિમ બંગાળમાં અત્યારે એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 31 હજાર 792 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.