Abhayam News
AbhayamNews

તૌકત સામે તંત્ર એલર્ટ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓ કરવા તંત્રને સૂચના..

  • દરિયામાંથી માછીમારો પરત ફરે તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચનાઓ આપી.
  • દરિયાકાંઠા વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા પર ભાર મુક્યો
  • તૌકત સામે તંત્ર એલર્ટ વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓ કરવા તંત્રને સૂચના
  • દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર.
  • 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે. આ પરિસ્થિતિને જોતાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટિની બેઠક શરુ થઈ છે.

રાજ્ય પર આવી રહેલા સંભવિત વાવાઝોડાને લઈને કોર કમિટિની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહિવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા માટે સૂચના આપી છે.

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે ત્યાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા પર ભાર મુક્યો છે.દરિયામાં માછીમારો તત્કાલ સુરક્ષિત રીતે પરત ફરે તેવી વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી રૂપાણીએ સૂચનાઓ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

દ્વારકામાં મહારાસનો થશે પ્રારંભ

Vivek Radadiya

આણંદ જિલ્લામાં દેશી દારૂનું બેફામ વેચાણ 

Vivek Radadiya

ભોપાલ ગેસ ટ્રેજેડીને ઉજાગર કરશે સિરીઝ

Vivek Radadiya