Abhayam News
AbhayamGujarat

TRB જવાનની ફરજ શું?

What is the duty of TRB jawan?

TRB જવાનની ફરજ શું? TRBના જવાનો પર આમ તો અનેકવાર સવાલો ઉઠી ચૂક્યા છે કે, તેઓના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેને લઈ પોલીસને પણ કેટલીક વાર એ ફરિયાદોના છાંટા ઉડ્યાનો અનુભવ થતો હોય છે. આવી જ સ્થિતિને લઈ તાજેતરમાં TRBના જવાનોને રાજ્યમાંથી તબક્કા વાર છૂટા કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હવે આ નિર્ણયને પરત ખેંચવામાં આવ્યો છે, ત્યારે હવે ગુજરાત પોલીસે TRBને લઈ કેટલીક જાણકારી રજૂ કરી છે.

TRB જવાનની ફરજ શું?

What is the duty of TRB jawan?

TRB જવાનોને લઈ લોકોમાં પણ અસમંજસ હોય છે કે, તેમની કામગીરી ખરેખરમાં શું હોય છે. અહીં જણાવીશુ કે શુ હોય છે. નાગરીકે પણ તેમની કામગીરીમાં સહકાર આપવો જરુરી ફરજ છે. સાથે જ ટ્રાફિક બ્રિગેડ એટલે કે TRBના જવાનોએ પણ નાગરીકોને ટ્રાફિકમાં સરળતા અને સલામતી રહે એ પ્રકારે ફરજ બજાવવી જરુરી છે.

ગુજરાત પોલીસે જારી કરી જાણકારી

આ દરમિયાન ગુજરાત પોલીસે TRB અંગેની જાણકારીને સોશિયલ મીડિયા મારફતે જારી કરી છે. જેમાં TRBની ફરજ અને તેમની ફરજમાં ક્ષતિ કે તેમના દ્વારા ગેરવર્તણૂંક જોવા મળે તો તે અંગેની ફરિયાદ કરવા માટેની જાણકારી પણ દર્શાવવાામાં આવી છે. ગુજરાત પોલીસની આ જાણકારીની પોસ્ટ પણ ખૂબ જ વાયરલ કરવમાં આવી છે.

  • TRB જવાનની ફરજ ટ્રાફિક સંચાલન કરીને પોલીસની કામગીરીમાં સહાયતામાં રહીને કામ કરવાની છે. એટલે કે પોલીસ દ્વારા ટ્રાફિકનુ જે સંચાલન અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં તેઓ દ્વારા સહાયતારુપ કામગીરી નિભાવવાની હોય છે.
  • સૌથી મહત્વની વાત. TRB જવાન પોતાની ફરજ દરમિયાન વાહન ચેકિંગ કરી શકતા નથી. દસ્તાવેજ ચેકિંગ પણ કરી શકતા નથી. એટલે કે વાહન ચાલક કે વાહન અંગેના દસ્તાવેજોનું ચેકિંગ TRB જવાન કરી શકાશે નહીં.
  • વાહન ચાલકને મેમો આપવાની પણ સત્તા TRB જવાનને નથી. આમ વાહન ચાલકોને જ્યારે ટ્રાફિક સંચાલન કરતા TRB જવાન દ્વારા આવી વાત કરવામાં આવે તો ડરવાની જરુર નથી અને આ માટે તમે જાગૃત નાગરીક તરીકે તેમની સાથે વાતચીત કરવી જોઈએ.
  • આમ છતાં પણ કોઈ TRB જવાનની ગેરવર્તણૂંક જણાય તો ટ્રાફિક શાખાનો સંપર્ક કરવો જોઈએ. ટ્રાફિક શાખામાં ફરિયાદ કરીને વર્તણૂંક અંગેની જાણ કરવી જોઈએ અને એક જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઓસ્ટ્રેલિયાએ લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય ભારતીયોની મુશ્કેલી વધશે

Vivek Radadiya

આ ગામના લોકો ઘર છોડીને પીપળાના ઝાડ પર રહે છે…

Abhayam

હાર બાદ કોચ રાહુલ દ્રવીડે આપ્યુ આ નિવેદન

Vivek Radadiya