Abhayam News
AbhayamNews

રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાની માગ, સાડા 3 લાખ જેટલા વિદ્યાર્થીઓેને આશ બંધાઈ…..

  • ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ.
  • ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં આવે તો વાંધો ન આવે તેવી રજૂઆત કરાઇ.
  • 3 લાખ 70 હજાર જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ.
  • ધો.12 સાયન્સ અને સા.પ્ર.ની પરીક્ષા લેવાશે અને તે જુનના બીજા કે અંતિમ સપ્તાહમાં લેવાય તેવી શક્યતા.

રાજય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ત્યારે ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ કરી છે. રિપિટર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં આવે તો વાંધો ન આવે તેવી રજૂઆત કરાઇ છે. 3 લાખ 70 હજાર જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરી છે.

ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરી સરકારે માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યુ છે ત્યારે હવે ધો.10નું પરિણામ કઈ રીતે તૈયાર કરવુ અને કયા માપદંડોને આધારે પ્રમોશન આપવુ તેમજ ડિપ્લોમા સહિતના આગળના પ્રવેશ માટે કયા કયા નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દે સરકારે તજજ્ઞાોની કમિટી રચવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધો.12 સાયન્સ અને સા.પ્ર.ની પરીક્ષા લેવાશે અને તે જુનના બીજા કે અંતિમ સપ્તાહમાં લેવાય તેવી શક્યતા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે.

Related posts

સુરત:-કોરોનાથી માતા-પિતા ગુમાવનાર આટલા બાળકોની આર્થિક સહાય માટે અરજી..

Abhayam

સાઉથના સ્ટારનું નિધન

Vivek Radadiya