Abhayam News
Abhayam

Google થી કમાણી કરીને બનવુ છે માલામાલ

Earning from Google is to become wealth

Google થી કમાણી કરીને બનવુ છે માલામાલ આજકાલ ગુગલને લોકો એ રીતે ઓળખે છે કે જાણે ઘરનું એક નવું સદસ્ય કેમ ના હોય, કારણ પણ એ છે કે આ ગુગલ જાણકારી આપવાની સાથે કમાણી કરી આપવાનું પણ એક સાધન છે કે જે નાના મોટા ખર્ચા મેનેજ કરવા જરૂરી બની જાય છે. ગુગલના માધ્યમથી પૈસા કમાવાની ઘણી રીતો છે તો જાણો તે કઈ છે. 

Google થી કમાણી કરીને બનવુ છે માલામાલ

Earning from Google is to become wealth

આજકાલ ગુગલને લોકો એ રીતે ઓળખે છે કે જાણે ઘરનું એક નવું સદસ્ય કેમ ના હોય, કારણ પણ એ છે કે આ ગુગલ જાણકારી આપવાની સાથે કમાણી કરી આપવાનું પણ એક સાધન છે કે જે નાના મોટા ખર્ચા મેનેજ કરવા જરૂરી બની જાય છે. ગુગલના માધ્યમથી પૈસા કમાવાની ઘણી રીતો છે તો જાણો તે કઈ છે.

ગૂગલમાથી કમાણી કરવાની પાંચ ખાસ પધ્ધતિઓ છે જેમકે ગૂગલ એડસેન્સ, પ્લે સ્ટોર, ક્લાઉડ પ્લેટફોર્મ જેવી સેવા આ તમને કમાણીના દ્વારા ખોલી આપશે તો જાણો કોણ કઈ રીતે આપે છે પૈસા

ગુગલ એડસેન્સ

ગુગલ એડસેન્સ તમને વેબસાઈટ કે બ્લોગ પર જાહેરાત બતાવવા માટે ચુકવણી કરતું હોય છે. કોઈ યુઝર્સ તેના પર ક્લિક કરે છે તો પૈસા તમને મળે છે. ટૂંકમાં ગુગલ એડસેન્સ એડવર્ટાઈઝ સાથે સંકળાયેલો પ્રોગ્રામ છે અને જાહેરાતથી આપને પૈસાની ચુકવણી કરે છે.

ગૂગલ પ્લે સ્ટોર

ગુગલ પ્લે સ્ટોર પર તમે ડિજીટલી પ્રોજક્ટ્ વેચી શકો છો. કોઈ યુઝર્સ કે મેન્યુફેક્ચરર તમારી વસ્તુ ખરીદે છે તો તમને પૈસા મળે છે. આ ડિજીટલ પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારી વસ્તુઓ સેલ કરી શકો છો. આમાં એપ્લિકેશન્સ, રમતો, સંગીત, મૂવીઝ અને અન્ય ડિજિટલ પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે.

ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ

ગુગલ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા છે કે જે તમને તમારી વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ અને અન્ય એપ્લિકેશન્સ ચલાવવા માટે કમ્પ્યુટિંગ, સ્ટોરેજ અને નેટવર્કિંગ સોલ્યુશન્સ પુરૂ પાડે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારા ઉપભોક્તા પાસેથી ચાર્જ અને સબ્સક્રિપ્શન ફી પણ વસુલી શકો છો.

ગૂગલ એફિલિએટ માર્કેટિંગ

આ એક એવો પ્રોગ્રામ છે કે જે બીજી કંપનીઓના ઉત્પાદન અને ફેસિલીટીના કેમ્પેઈન માટે પૈસાની ચુકવણી કરે છે. આ માટે તમારી પાસે કંપનીના મેન્યુફેક્ચરિંગની યુઆરએલ છે તો તમે તેને તમારી વેબસાઈટ અથવા તો સોશ્યલ મીડિયા પર પ્રમોટ પણ કરી શકો છો. હવે જ્યારે કે કોઈ તેને ખરીદે છે તો તમને કમિશન મળશે

ગુગલ સરવે

ગુગલ દ્વારા વિવિધ વિષયો કે પછી પ્રોડક્ટને લઈને સરવે કરવામાં આવતા હોય છે, આ સર્વેક્ષણ માટે પૈસા ચુકવવામાં આવે છે, સરવે કરવા સહિત સરવે પુરો થઈ ગયા બાદ તેની ચુકવણી ગુગલ દ્વારા કરવામાં આવે છે.

આ ટિપ્સ આવક વધારવા માટે થશે ઉપયોગી

જો તમે ગૂગલની મદદથી કમાણી કરવા માંગો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે-

  1. ટાર્ગેટ ફિક્સ કરો :  સૌપ્રથમ તમારે નક્કી કરવાની જરૂર છે કે તમે ગુગલ નો ઉપયોગ કરીને શું પ્રાપ્ત કરવા માંગો છો. શું તમે પૈસા કમાવવા માંગો છો અથવા તમે તમારા વ્યવસાયને પ્રમોટ કરવા માંગો છો?
  2. તમારી સ્પેશ્યાલિટી જાણો : તમારું લક્ષ્ય નક્કી કર્યા પછી, તમારે તમારી વિશેષતા શોધવાની જરૂર છે. જેમ કે તમે શું સારા છો? અથવા તમારી પાસે કઈ કુશળતા અને જ્ઞાન છે?
  3. પ્લાન બનાવવો જરૂરી: એકવાર તમે તમારી વિશેષતા શોધી લો, પછી તમારે ગુગલનો ઉપયોગ કરીને તમારું લક્ષ્ય કેવી રીતે મેળવશો તે માટે તમારે એક યોજના બનાવવાની જરૂર પડશે.
  4. સતત મહેનત કરતા રહો:  ગૂગલની મદદથી કમાણી કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સતત કામ કરવું પડશે.
  5. નોંધ કરો કે આ બધી પદ્ધતિઓમાં સફળતા મેળવવા માટે, તમારે પ્રયાસ કરવો પડશે. સફળ થવા માટે સમય અને મહેનતની જરૂર પડે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

વ્લાદિમીર પુતિને દેશમાં વધી રહેલી મોંઘવારી માટે માફી માંગી હતી

Vivek Radadiya

ગુજરાતમાં ધોરણ-10ની પરીક્ષા યોજવાની માગ અંગે કોણે શિક્ષણંત્રીને લેખિતમાં રજુઆત કરી જાણો ખબર…

Abhayam

છેલ્લા 24 કલાકમાં 7ના મોત

Vivek Radadiya