Abhayam News
AbhayamNews

20 દિવસમાં 65 વ્યક્તિઓને ભરખી જનાર કોરોના કિલર ગામ હામાપુરમાં સુરતથી આવેલા ડોક્ટરો દ્વારા અપાયેલી અનોખી સેવા..

સેવા સંસ્થાનાં યોદ્ધાઓ રાત દિવસ સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામોમાં જઈ સેવા આપી રહ્યા છે ત્યારે અવનવી ઘટનાઓ પણ નજર સમક્ષ આવી રહી છે. કોરોનાનાં બીજા વેવમાં હજારો લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘણા પરિવારો તો આ મહામારીને ક્યારેય ભૂલી શકે એમ નથી. કોઈ એક મૃત્યુ થાય તો સમજ્યા પણ અહીં તો કોઈએ ભાઈ-બહેન, કોઇએ માતા-પિતા, કોઇએ પતિ-પત્ની કે બાળકો અને કોઈએ અન્ય પરિવારનાં સ્વજનો તેમજ મિત્રો ગુમાવ્યા છે.

જ્યારે આ નાનકડા ગામમાં તો ફક્ત 20 દિવસની અંદર 65 થી વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. ત્યારે પણ એ ગામ અને એ વિસ્તારોની તકલીફોને આપણે સમજી ના શકીયે ત્યારે અમરેલી જિલ્લાનાં બગસરા તાલુકાનું નાનું ગામ હામાપુરની મુલાકાતે જતા સેવા સંસ્થા સુરતનાં પ્રતિનિધિ મહેશભાઈ સવાણી ત્યાંની વાસ્તવિકતા જાણી જ્યારે વતનની વ્હારે ટીમ સાથે જ્યારે સેવાનાં હેતુથી આ ગામમાં પહોંચ્યા ત્યારે ધાર્મિકભાઈ માલવીયા સાથે સંકલન કરી એક આરોગ્ય લક્ષી કેમ્પ ગોઠવ્યો. ગામમાં તબીબી ડોક્ટર ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ એ દર્દીઓની તપાસ કરી અને કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને OPD તપાસ કરાવીને જરૂરિયાત મુજબ દવાઓ આપી. આ ગામનાં જાગૃત નાગરિક દ્વારા ટીમને જાણ થઇ કે આ ગામનાં લોકો ખૂબ જ ડરી ગયા છે. 25% વસ્તી ગામ છોડીને બીજે રહેવા જતી રહી છે. કેટલાક પરિવારો છેલ્લા કેટલાંક દિવસોથી વાડીઓમાં રહે છે.

જ્યારે તેઓ એમના ગામની વાત કરતા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. જ્યારે ટીમે ગામની મુલાકાત લીધી ત્યારે ગામ સંપૂર્ણપણે બંધ હતું. કેટલીક વ્યક્તિઓનાં ઘરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે મહિલાઓ સમગ્ર ગામમાં કાળા વસ્ત્રોમાં નજરે પડી. મારૂતિ વીર જવાન ટ્રસ્ટના કરૂણેશભાઈ રાણપરિયા એ સોશિયલ મિડિયામાં લાઈવ થઈ જ્યારે ગામની વાસ્તવિકતા રજૂ કરી ત્યારે હજારો લોકોએ આ મૃત્યુ આંકની વાત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ગામની પરિસ્થિતિ જોતા ખરેખર સેવા સંસ્થાનાં યોદ્ધાઓએ ખુબ મોટી સેવાનાં કાર્યને સાર્થક કર્યું છે. 52 સંસ્થાઓના જુદા જુદા પ્રતિનિધિ અને સ્વયંસેવકો દ્વારા આ મહામુસીબતનાં સમયે જે રીતે પોતાનું સુરત શહેર અને પોતાનાં વતન માટે અતૂટ સેવાઓ કરીને રાષ્ટ્રને ખુબ મોટો સંદેશ આપ્યો છે તે ખરેખર કાબીલે તારીફ છે. સૌરાષ્ટ્રનાં 700 થી વધારે ગામડાઓમાં હજુ પણ સેવાનાં યોદ્ધાઓ સુરતથી સેવા આપવા સૌરાષ્ટ્ર આવી રહ્યા છે

જે ગર્વની વાત છે. આ સેવાકીય મહાયજ્ઞમાં હાલના સમયમાં ઇશ્વરીય દુત ગણાતા તબીબી સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાઈને પોતાના વતન માટે કાંઈક કરી છૂટવાની ટેક સાથે સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યા છે. ખરેખર સેવાનાં પ્રારંભ કરેલા 7 દિવસ જે પણ સભ્યો સેવા કરી રહ્યા છે તેમને એમના જીવનકાળની અંદર હમેશ માટે સેવાનો આ અનુભવ યાદગાર બની રહેશે. આ કાર્યમાં સાક્ષીરૂપ એવા હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા, જીતુભાઈ શેલડીયાની સાથે વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા અને ટીમના અન્ય સભ્યો પણ જોડાયાં છે.

Related posts

‘આપણી મહેનત રંગ લાવી’ પીએમ મોદી

Vivek Radadiya

મોદી સરકારે ભંગાર વેચીને  રૂ. 1,163 કરોડની કમાણી કરી

Vivek Radadiya

SMEs માટે ઈ-કોમર્સ સેક્ટરમાં ગ્રોથ માટે વિશાળ તકો

Vivek Radadiya