Abhayam News
AbhayamNews

સુરત:- SMC દ્વારા લેવાયો મહત્વ નો નિર્ણય…જુઓ જલ્દી.

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 36 જેટલા શહેરોમાં કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે. આ 36 શહેરોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો જ ખોલવાની છૂટ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે.

સુરતમાં પણ ચૂંટણી બાદ પોઝિટિવ કેસો વધ્યા હતા પરંતુ, છેલ્લાં 7 દિવસથી કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સુરતમાં બહારથી આવનારા તમામ લોકોએ 7 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન થવું પડશે. સુરતમાં વાલક ચેકપોસ્ટ પરથી જ અત્યારસુધીમાં 2500 કરતાં વધારે નાગરિકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાત તંત્રના ધ્યાને આવી હતી. અન્ય રાજ્યોમાં કે અન્ય જગ્યાઓ પર ફરીને આવેલા લોકોના કારણે શહેરની હવા ન બગડે એટલા માટે અને કોરોના ફરીથી ન વકરે તે માટે પ્રવાસી નાગરિકોને 7 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવાનો આદેશ આપવામાં આવ્યો છે.

medicaldialogues.in

સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે, કોરોનાના કેસ જે વિસ્તારમાં વધે છે તે વિસ્તારને હોટસ્પોટ વિસ્તારમાં જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં પ્રવાસી લોકોના કારણે સાનુકૂળ સંજોગો ફરીથી પ્રતિકુળ બની શકે છે. આ વાતને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં કોરોના હોટસ્પોટ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ઝડપી બનાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટસ્પોટ વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટિવ કેસો ઘટતા હોવાના કારણે સુરતમાં BRTS બસના બે રૂટ શરૂ કરવામાં આવ્યા છે. 

મહત્ત્વની વાત છે કે, અગાઉ સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સોસાયટીઓના પ્રમુખોને સૂચન કરવામાં આવ્યું હતું કે, સોસાયટીમાં બહારગામથી કે પ્રવાસ કરીને કોઈ વ્યક્તિ આવે તો તેની માહિતી આપવામાં આવે. હાલ સુરતમાં પણ ટેક્સટાઇલ માર્કેટ બંધ છે અને માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ વેચતી દુકાનોને જ શરૂ કરવામાં આવી છે. 

Related posts

સુરત માં કામદારો રોજગાર-ધંધો બંધ કરી ટીફિન લઈને રસી લેવા લાઈનમાં લાગ્યા.

Abhayam

ટીમ ઈન્ડિયાને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ 

Vivek Radadiya

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, ડોક્ટરોએ બચાવ્યો જીવ

Vivek Radadiya

1 comment

Comments are closed.