Abhayam News
AbhayamNews

બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રો ડૂબ્યાં

બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં ન્હાવા ગયેલા બે મિત્રો ડૂબ્યાં , એકનો મૃતદેહ મળ્યો , એકની શોધખોળ 0 સુરત શહેરના 6 મિત્રો તાપી નદીમાં ન્હાવા ગયા હતા , સુરત જિલ્લાના બારડોલીના પ્રવાસન સ્થળ વાઘેચા ખાતે તાપી નદીમાં ન્હાવા પડેલા બે ડૂબી ગયા હતા . જે પૈકી એક પ્રવિણ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો . જ્યારે અન્ય એક પિયુષ ગહેલોત નામના યુવકની શોધખોળ ચાલી રહી છે . અત્રે ઉલ્લેખનિય છે કે , સુરત શહેરના પરવત પાટીયા વિસ્તારમાં રહેતા 6 મિત્રો ફરવા ગયા હતા . દરમિયાન મિત્રોની નજર સામે જ બંને યુવકો ડૂબી ગયા હતા .

ઘટનાની જાણ થતા પરિવારજનો પણ વાઘેચા પહોંચી ગયા હતા . યુવકોને કાળનો સામનો થઈ ગયો બારડોલીના વાઘેચા ખાતે તાપી નદીમાં આજે સ્થાનિક તરવૈયાઓને યુવકો ડૂબતા દેખાયા હતા . જોકે , આ યુવકો પાણીના ધસમસતા વહેણમાં ક્યારે તણાવા લાગ્યા તે કોઈને સમજાયું નહીં . જોત જોતામાં એકબીજાની નજર સામે જ આ યુવકો ડૂબવા લાગ્યા હતા . દેખાવમાં શાંત પ્રવાહ જેવી લાગતી આ નદીની ઉંડાઈ કે તેના વહેણનો અંદાજો લગાવ્યા વગર એડવેન્ચર માટે તાપીમાં ગયેલા આ યુવકોને કાળનો સામનો થઈ ગયો હતો . 6 પૈકીના ચાર યુવકો નસીબદાર હતા એટલે એમનો બચાવ થઈ ગયો હતો .

મૃતક યુવક સુરતના પરવત પાટીયા વિસ્તારનો ન્હાવા પડેલા એક યુવકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગતો સામે આવી છે . સુરતના પરવત પાટિયા વિસ્તારનો પ્રવિણ ન્હાતા નદીમાં ડૂબ્યો અને તેનું મોત થયું છે . પ્રવિણ સાથે અન્ય એક યુવક પણ ડૂળ્યો જે લાપતા છે . પ્રવિણની નજર સામે જ ડૂબી રહેલા પિયુષ ગહેલોતનો કોઈ પતો નથી . પિયુષ પણ મૂળ સુરતના પરવત પાટિયાનો રહેવાસી છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે .એક યુવકની શોધખોળ ચાલી રહી છે ઘટના સ્થળે ફાયર બ્રિગેડ , બારડોલી મામલતદાર સહિતનો કાફલો આવી પહોંચ્યો હતો . તરવૈયાઓએ નદીમાં દૂર દૂર સુધી લાપતા થયેલા પિયુષને શોધવા કવાયત હાથ ધરી છે . જોકે , હજુ સુધી તેની ભાળ મળી નથી .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતના યુવાનોમાં ટેટૂનો ગજબ ક્રેઝ

Vivek Radadiya

લોકસભાની VVIP બેઠકોનો ઓપિનિયન પોલ

Vivek Radadiya

ભારતની હારનું કારણ બન્યું એમ્પાયરનું ડિસિઝન?

Vivek Radadiya