Abhayam News
Abhayam News

સુરત :: શિક્ષણ સમિતિમાં ભાજપના સભ્યનો દારૂનો વિડીયો વાયરલ, AAP ના સભ્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ

ભાજપે 10 ઉમેદવારના ફોર્મ ભર્યા બાદ 11 માં ફોર્મ તરીકે રાકેશ નું ફોર્મ ભરવામાં આવ્યું છે જેને કારણે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ પૂરો થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મુકાય તેવો વીડિયો સામે આવ્યો છે.

ગુજરાતમાં દારૂબંધીના કાયદાના નિયમોનો અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ અવાર-નવાર રાજ્યમાં દારૂની પાર્ટી ઝડપાઈ હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. દારૂબંધીવાળા ગુજરાતમાં ક્યારેક નબીરા તો ક્યારેક રાજકીય પક્ષના નેતાઓ દારૂ પાર્ટી કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના ઉમેદવાર દારૂની મહેફિલ માણતા હોય તેવા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

નગર શિક્ષણ સમિતિની સમિતિ માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ભેખડીયા એ 11 મા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. રાકેશ ભેખડીયાનો દારૂની મહેફિલ માણતા વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ છે નગર શિક્ષણ સમિતિ કે જ્યાં બાળકોના ઘડતર માટેની નીતિ તૈયાર થાય છે તેવી ટીમમાં ભાજપ તરફથી આવા સભ્યની પસંદગી કરવામાં આવી છે તેને લઈને સૌ કોઇને આશ્ચર્ય થઇ રહ્યું છે.

રાકેશ ભીકડીયા સુરતના આ વિડીયો બાદ ભાજપની સ્થિતિ દયનીય થઇ ગઇ છે. દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યા બાદ ભાજપ તેવા પગલાં ભરે તેના પર સૌની નજર છે.

આવી જ રીતે આમ આદમી પાર્ટી માં નગર શિક્ષણ સમિતિની રમેશ પરમાર સામે છેડતી ની પણ ફરિયાદ થઈ છે ..સોસીયલ મીડિયામાં પણ ચર્ચા નો વિષય બન્યો છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરતમાં GPSC રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા માટે 49 સેન્ટર ફાળવાયા હતા જેમાં 11 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Abhayam

સંકટની આ સ્થિતિ સામે પહોંચી વળવા માટે ભારતીય વાયુ સેના પણ મદદે આવી ઑક્સીજન ટેન્કરોને એરલિફ્ટ કરવાના શરૂ કરી દીઘા…

Abhayam

આ રાજ્યના CMએ 14 દિવસના લોકડાઉનની કરી જાહેરાત…

Abhayam

Leave a Comment