Abhayam News
AbhayamGujarat

22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

Prana Pratishtha Mohotsav of Ram Mandir on 22 January

22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ 500 વર્ષની રાહ જોયા બાદ હવે રામલલ્લા પોતાના ભવ્ય મંદિરમાં બીરાજમાન થશે. દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોણ જાશે અને કોણ નહીં આવે તેને લઈને વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. તમામ દળોના નેતાઓને રામ મંદિરના ટ્રસ્ટી દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ત્યારે આ બધા વચ્ચે કેરલ કોંગ્રેસ અધ્યક્ષ સુધાકરને કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને આ વિષય પર તેમને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ કે કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે કે નહીં?

સુધાકરણએ કહ્યું કે…

સુધાકરણએ કહ્યું કે કોઈ પણ કિંમત પર કોંગ્રેસના નેતાઓએ ન જવું જોઈએ’ કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ કે. મુરલીધરને ગુરુવારે કહ્યું કે પાર્ટીના રાજ્ય એકમે રાષ્ટ્રીય નેતૃત્વને કાર્યક્રમમાં હાજરી ન આપવા વિનંતી કરવામાં આવી છે. જો કે બીજી તરફ કેપીસીસીના પ્રમુખ કે સુધાકરણે કહ્યું કે તેઓ જાણતા નથી કે રાજ્ય એકમ રાષ્ટ્રીય નેતૃત્વને આ બાબતે પોતાનું વલણ જણાવી રહી છે. આ સમારોહમાં હાજરી આપનારા કોંગ્રેસના નેતાઓ વિરૂદ્ધ રાજ્યમાં મુસ્લિમ સમુહોના વધતા દબાણ વચ્ચે મુરલીધરને કહ્યું, “આ મુદ્દે રાજ્ય એકમની સ્થિતિથી AICCના મહાસચિવ કે.સી.વેણુગોપાલને અવગત કરાવી દેવામાં આવ્યા છે.

Prana Pratishtha Mohotsav of Ram Mandir on 22 January

22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાષ્ટ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ જ સાચો નિર્ણય લેશે

મુરલીધરને જણાવ્યું હતું કે કોંગ્રેસે કોઈ પણ કિંમતે આ સમારોહમાં ભાગ લેવો જોઈએ નહીં. આ પાર્ટીનો રાજ્ય નેતૃત્વનો નિર્ણય છે. રાજ્ય એકમની ભાવનાઓથી વેણુગોપાલને અવગત કરી દેવામાં આવ્યો છે. જો કે તેમને કહ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે. આ મામલા પર રાષ્ટ્રીય નેતૃત્વ તેમની સાથે ચર્ચા કર્યા બાદ જ સાચો નિર્ણય લેશે.મુરલીધરને એમ પણ કહ્યું કે INDIA ફ્રન્ટના  પ્રમુખ સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી છે કે તેઓ રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેશે. સુધાકરને કહ્યું કે આગળનો નિર્ણય રાષ્ટ્રીય નેતૃત્વ કરશે. તેમને મીડિયા સમક્ષ કહ્યું કે જો તેઓ આ મામલા પર અમારૂ વલણ જાણવાનો પ્રયાસ કરશે તો આ મામલે સ્પષ્તા કરવામાં આવશે.

નિર્ણય લેવા માટે સમયની માંગ

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના આમંત્રણ નકારવાના સીપીઆઈના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતા સીપીઆઈના CWCના સભ્ય અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કહ્યું કે ડાબેરી પક્ષો આ મામલે સરળતાથી નિર્ણય લઈ શકે છે. કારણ કે તેને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ નથી. તેમને કહ્યું કે કોંગ્રેસની અંદર સીપીઆઈ અથવા ભાજપની કોઈ વિચારધારા નથી. અમે હિન્દુત્વને એક રાજનૈતિક સિદ્ધાંતના રૂપમાં જોઈએ છીએ. જેને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી. એટલે અમે ન તો સીપીઆઈ છીએ કે ન તો ભાજપ.અમને આ મામલે નિર્ણય લેવા માટે સમય આપવામાં આવે.

કોંગ્રેસ નેતાઓને મળ્યું છે આમંત્રણ
આ પહેલા કેરળના એક અગ્રણી મુસ્લિમ સુન્ની ધર્મગુરુ સંગઠન સમસ્તે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં ભાગ લેવા અંગેના નિર્ણયની સ્થિતિ મામલે કોંગ્રેસની ટીકા કરી હતી. તમને જણાવી દયે કે કોંગ્રેસે એ ખુલાસો નથી કર્યો કે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને લોકસભા નેતા અધીર રંજન ચૌધરી સહિત તેમના પ્રમુખ નેતાઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થશે કે નહી. નોતરું મળ્યું હોવા છતાં આ મામલે તેઓએ પોતાનો મત વ્યક્ત કર્યો નથી પણ તેમને આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ધોરણ-10 અને ધોરણ-12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખો જાહેર..

Abhayam

અક્ષર પટેલને કેમ ન અપાયો મોકો?

Vivek Radadiya

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ગુજરાતનું સૌથી ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન

Vivek Radadiya