Abhayam News
AbhayamNews

ભારતીય સરહદની 4 કિમીની અંદર સુધી એક્ટિવ પાકિસ્તાની મોબાઇલ નેટવર્ક..

  • ભારતીય સરહદની 4 કિમીની અંદર સુધી એક્ટિવ પાકિસ્તાની મોબાઇલ નેટવર્ક.
  • તેના કોલને ટ્રેસ કરવા મુશ્કેલ; દાણચોરી અને આતંક ફેલાવવા માટે થઇ શકે છે ઉપયોગ.
  • પાકિસ્તાને સરહદ પાસે મોબાઈલ ટાવર લગાવ્યા
  • રાજસ્થાનમાં સરહદની 4 કિલોમીટર અંદર સુધી પાકિસ્તાન મોબાઇલ નેટવર્ક મળી રહ્યું.

LOC પર યુદ્ધવિરામ બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં સંવેદનશીલ માહિતી લેવા નવી રણનીતિ અપનાવી રહી છે. છેલ્લા 2 મહિનાથી રાજસ્થાનમાં સરહદની 4 કિલોમીટર અંદર સુધી પાકિસ્તાન મોબાઇલ નેટવર્ક મળી રહ્યું છે. ISIના એજન્ટો સરહદ વિસ્તારમાં પાકિસ્તાની સીમકાર્ડ દ્વારા મહત્વની વ્યૂહાત્મક માહિતીની ચોરી કરી શકે છે.

અહીં ISIએ રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીની પ્રવૃત્તિઓમાં પણ વધારો કર્યો છે. ખાસ કરીને શ્રીગંગાનગર અને બિકાનેરની આંતરરાષ્ટ્રીય સરહદ પર છેલ્લા 3 થી 4 વર્ષોમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીના કેસો સામે આવ્યા છે.

પાકિસ્તાન નેટવર્ક સંબંધિત 3 મોટી ચિંતાઓ

  1. પાકિસ્તાની નેટવર્કમાં ફક્ત પાકિસ્તાની સિમ કાર્ડનો જ ઉપયોગ કરી શકાય છે. તેને ટ્રેક કરવા માટેની આપણી પાસે કોઈ ટેક્નિક નથી. તેથી જ આ નેટવર્ક અત્યંત ચિંતાજનક છે.
  2. તેના ઉપયોગથી ISIને સૈન્ય સબંધિત પ્રવૃત્તિઓ, સંસાધનો, સૈન્ય એકમો, અધિકારીઓ વિશે માહિતી આપતા લોકોને પકડવાનું મુશ્કેલ બનશે.
  3. પાકિસ્તાની સિમકાર્ડ અને મોબાઇલ દ્વારા હેરોઇન, હથિયારો અને નકલી નોટ ભારત મોકલવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. સરહદ પર અનેક ઘૂસણખોર પકડાયા પણ છે.

સોશિયલ મીડિયા કોલ ટ્રેકથી બચવા માટેની યુક્તિ
ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મોબાઇલ કંપનીઓનું નેટવર્ક આવવું એ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ ચિંતાનો વિષય છે, કારણ કે આ નેટવર્કને માત્ર પાકિસ્તાનના સિમ કાર્ડથી જ ઉપયોગ કરી શકાય છે. આ અગાઉ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા કોલ્સને અટકાવીને પાકિસ્તાનના અનેક પગલાંને નિષ્ફળ બનાવ્યા છે.


28 જૂને બીએસએફની G શાખાએ અનુપગઢ શહેરમાં 9 એલપીએમ નિવાસી ગુરવિંદર સિંહ ઉર્ફે ગુરી પુત્ર બટાસિંહને પાકિસ્તાનના સીમકાર્ડ, આઇફોન અને સ્વિફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસે સિમ કાર્ડ અનએક્ટિવેટ હતું. શાંતિ ભંગ બદલ અનુપગઢ પોલીસે ધરપકડ કરી હતી. સરહદે પિલર સંખ્યા 318 પર 10 એપ્રિલ 2018ની રાત્રે પાકિસ્તાન તરફથી આવેલા ત્રણ લોકોએ પાકિસ્તાની સીમકાર્ડ સાથેનો સ્માર્ટફોન ભારતીય સરહદમાં પહોંચાડ્યો હતો. તારબંધીની આ બાજુ પણ બે લોકોના પગના નિશાન જોવા મળ્યા હતા. ઘઉંના ખેતરમાંથી સ્માર્ટફોન પણ મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સી. આર.પાટીલ ફરી એક વાર વિવાદમાં,લોકોનું ટોળુ ભેગુ કરવામાં:-જાણો પોલીસ કમિશનરે શું કહ્યું ?

Abhayam

કોલ ફોરવર્ડિંગ દ્વારા કરવામાં આવે છે છેતરપિંડી

Vivek Radadiya

સુરત ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનના ધાજગરા.

Abhayam

4 comments

Comments are closed.