છેલ્લા 10 વર્ષોથી ભારતીય ટેલિવિઝન પર દર્શકોનું મનોરંજન કરી રહેલો કોમેડી શો તારક હમેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કલાકારો લોકપ્રિય છે. નાનાથી લઈને મોટા લોકો સુધી દરેકને આ સીરિયલ ઘણી પસંદ આવે છે. અને આ શો સાથે જોડાયેલા કોઈને કોઈ કિસ્સાઓ રોજ સામે આવતા રહે છે અને લોકો પણ તેમના આ ફેવરિટ શો અંગેની વાતો જાણવા માટે હંમેશા ઉત્સુક જોવા મળે છે. તેવો જ એક શો સાથે જોડાયેલો કિસ્સો સામે આવ્યો છે.

બોલિવુડના કોમેડી અભિનેતા રાજપાલ યાદવ થોડા સમયમાં રીલિઝ થનારી તેમની ફિલ્મ હંગામા-2માં જોવા મળવાના છે અને તેના માટે આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે તારક મહેતા સાથે જોડાયેલો પોતાનો એક કિસ્સો શેર કર્યો છે. હંગામા-2નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે અને ફિલ્મના કલાકારો તેના પ્રમોશનમાં પણ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જેમાં રાજપાલ યાદવે આરજે સિદ્ધાર્થ સાથે વાત કરતા એક કિસ્સો સંભળાવ્યો હતો.

ઘણા ઓછા લોકોને ખબર હશે કે દિલીપ જોશી પહેલા રાજપાલ યાદવને શોમાં જેઠાલાલના પાત્રની ઓફર કરવામાં આવી હતી. રાજપાલ યાદવે તે સમયે આ શો રિજેક્ટ કરી દીધો હતો પરંતુ હવે તેણે પોતાના આ ઓફર અંગે રિએક્ટ કર્યું છે. તેણે કહ્યું છે કે તેને ન તો આ શો છોડવાનો પસ્તાવો છે અને ન તો આ પાત્રને ન ભદવી શકવાનું કોઈ ગિલ્ટ. રાજપાલ યાદવે ઈન્ટરવ્યુમાં કહ્યું કે, જેઠાલાલના પાત્રની ઓળખ એક સારા અદાકાર, એક સારા કલાકારના હાથે થઈ છે. હું દરેક પાત્રને કોઈ કલાકારનું પાત્ર માનું છું. અમે લોકો એન્ટરટેઈનમેન્ટના માર્કેટમાં છે. હું કોઈ કલાકારના પાત્રમાં પોતાના પાત્રને ફીટ કરવા નથી માગતો. મને લાગે છે કે જે પણ પાત્ર રાજપાલ યાદવ માટે બન્યા છે, તે તેમને કરવાનું સૌભાગ્ય મળે.

હંગામા-2 ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટીક કોમેડી ફિલ્મ છે. જેમાં ઘણા બધા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મથી ફિલ્મના નિર્દેશનક પ્રિયદર્શન પણ કમબેક કરી રહ્યા છે. ફિલ્મમાં શિલ્પા શેટ્ટી, પરેશ રાવલ, રાજપાલ યાદવ, જ્હોની લીવર, મિઝાન જાફરી અને આશુતોષ રાણા જવા મળશે. ફિલ્મ 23 જુલાઈના રોજ ડિઝની હોચસ્ટાર પરરીલિજ થવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…