Abhayam News
Abhayam News

સુરત માં આમ આદમી પાર્ટીમાં ક્રોસ વોટિંગનો ડર ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા .

  • ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા.
  • સભ્યપદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને લઈને પણ વિવાદ સર્જાયો.

મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણી પહેલાં જ રાજકારણ ગરમાયું હતું. સભ્યપદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને જીતનો ઉપર સૌ કોઈની નજર છે. ભાજપના એક કોર્પોરેટરે સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં આ પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી જે ભાજપ માટે હવે મુશ્કેલી બની રહી છે. આપના કેટલાક કોર્પોરેટરો તેની સાથે સંપર્કમાં હોવાના દાવા સાથે ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ભાજપના ઇશારે જ અપક્ષ ઉમેદવાર નો ફોર્મ ભરાયા હોવાની ચર્ચા છે. ભાજપને આશા છે કે, આમ આદમી પાર્ટીમાંથી ક્રોસ વોટિંગ થશે અને તેમનાથી અપક્ષ ઉમેદવારની જીત થઈ શકે છે.

ભાજપે અપક્ષ ઉપ લગાડેલો દાવ સાચા પડે છે કે, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રામાણિકતાથી પોતાના પક્ષ તરફેણમાં વોટીંગ કરે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ અપક્ષના ઉમેદવારની હાર એક પ્રકારે ભાજપને જ હાર માનવામાં આવશે એ પ્રકારની ચર્ચા છે. આપ કોર્પોરેટર દ્વારા ક્રોસ વોટિંગ કરવાની હિલચાલ જોવા મળી રહે છે, તેને આમ આદમી પાર્ટીના નેતાઓ નકારી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જાણો:-CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણ અંગે રિપોર્ટ શું કહે છે….

Abhayam

સુરત :-“સરદાર” આઈશોલેશન સેન્ટરની શુભ શરૂઆત…

Abhayam

ટેબલેટ મુદે સરકાર ને ફરી મળી આંદોલનની ચીમકી.

Deep Ranpariya

Leave a Comment