Abhayam News
AbhayamNews

૪ વર્ષથી બંધ પડેલા ટાયર વગર ના સ્કૂટર નો મેમો મોકલ્યો વડોદરા ટ્રાફિક પોલીસે જાણો શું છે પૂરી ઘટના …

અવાર નવાર લોકો ટ્રાફિક ના નિયમો તોડે તો લોકો ના ઘરે ઈ-મેમો આપવા માં આવે છે.તેવા માં વડોદરા પોલીસ ની બેદરકારી નજરે ચડી.૪ વર્ષ થી ટાયર વર્ગ ના બંધ પડેલા સ્કૂટર નો મેમો સ્કૂટર ના માલિક ને મોક્લાયો.તેવા આશ્ચર્ય જનક વાત એ છે કે સ્કૂટર ૪ વર્ષ થી ગેરેજ માં બંધ પડ્યું હતું ને ચાલુ ગાડી પેર વાત કરવા અંગે નો મેમો આપવા માં આવ્યો.

વડોદરામાં સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં દરેક સર્કલ પર CCTV લગાડવામાં આવ્યા છે અને કેમેરા દ્વારા ટ્રાફિકનું નિયમન કરવાની સાથે ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરે તેને દંડ ફટકારવામાં આવે છે. જોકે, ટેક્નોલોજી દ્વારા સંચાલિત સિસ્ટમ થકી કેટલીક વખત ખોટી રીતે ઇ-મેમો મોકલવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશમાં આવી ચુક્યા છે. જેમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં 4 વર્ષથી ગેરેજમાં પડી રહેલી એક્ટીવાનો ઇ-મેમો મોકલી આપવામાં આવ્યો છે. જેમાં ચાલુ ચાલુ એક્ટિવામાં મોબાઇલ પર વાત કરવા બદલ ઇ-મેમો આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સંદિપ પંચાલે જણાવ્યું હતું કે, જે વાહન ચાલતું નથી તેને મેમો મળવાને કારણે થોડીક ચિંતા અનુભવી રહ્યો છું. કાલે કોઇ આ રીતે નંબર પ્લેટનો દુરઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો આખરે ભોગવવાનું તો મારે આવી શકે છે અને પોલીસ દ્વારા મને આપવામાં આવેલો મેમો ખોટો છે. તેને રદ્દ કરવો જોઇએ તેવી માગ પણ તેણે કરી હતી.

વડોદરામાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓને ઇ-મેમો આપવામાં આવે છે. પરંતુ, ઇ-મેમો મોકલવાની કામગીરીમાં અવારનવાર છબરડા થતાં હોય છે, ત્યારે વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં 4 વર્ષથી ટાયર વગર ગેરેજમાં બંધ હાલતમાં પડી રહેલા એક્ટિવાના માલિકને ટ્રાફિક પોલીસ દ્વારા ઇ-મેમો આપવામાં આવતા એક્ટિવા માલિક ચોંકી ઉઠ્યો હતો અને તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સંદિપ પંચાલે જણાવ્યું હતું કે, જે વાહન ચાલતું નથી તેને મેમો મળવાને કારણે થોડીક ચિંતા અનુભવી રહ્યો છું. કાલે કોઇ આ રીતે નંબર પ્લેટનો દુરઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો આખરે ભોગવવાનું તો મારે આવી શકે છે અને પોલીસ દ્વારા મને આપવામાં આવેલો મેમો ખોટો છે. તેને રદ્દ કરવો જોઇએ તેવી માગ પણ તેણે કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કયાં હતા વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ?

Vivek Radadiya

સુરતના પુણા વિસ્તારમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા મેયર નો અનોખી રીતે જન્મદિવસ ઉજવાયો…

Abhayam

શું સ્ટાર સિમ્બોલવાળી 500 રૂપિયાની નોટ નકલી છે?

Vivek Radadiya

1 comment

Comments are closed.