Abhayam News
AbhayamNews

જાણો શા માટે ગુજરાત આવે છે DY.CM મનીષ સિસોદિયા…

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુરુવારે સુરતની મુલાકાતે આવવાના છે. તેઓ આખા દિવસ સુરતમાં પસાર કરશે અને શહેરમાંથી કેટલાક ઉદ્યોગપતિઓ અને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે.આમ આદમી પાર્ટી તરફથી મોકલાયેલા કાર્યક્રમ મુજબ સિસોદિયા સવારે વિમાનથી સુરત એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે જશે. અહીં તેઓ સુરતમાંથી ચૂંટાયેલા 27 કોર્પોરેટરો સાથે મુલાકાત કરશે. ઉપરાંત તેઓ શહેરના વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે પણ મુલાકાત કરવાના છે. ત્યારબાદ તેઓ જીવન ભારતી શાળાના રોટરી હોલ ખાતે જશે જ્યાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રો જણાવે છે કે સર્કિટ હાઉસ ખાતેથી તેઓ જીવન ભારતી શાળાના રોટરી હોલમાં એટલા માટે જવાના છે કારણ કે ત્યાં સુરતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી કેટલાક મોટામાથા આમ આદમી પાર્ટીમાં જોડાશે જેમાં મહેશ સવાણીનું નામ મોખરે છે. મહેશ સવાણીનું નામ પાટીદાર સમાજમાં મોટું છે. તેઓ દર વર્ષે માતા-પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. તેમનો પરિવાર પીપી સવાણી શાળા ઉપરાંત પીપી સવાણી યુનિવર્સિટી ચલાવે છે. આ ઉપરાંત તેઓ રીઅલ એસ્ટેટમાં અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં છે.

આમ તો તેમનો પરિવાર મૂળ કોંગ્રેસી છે પરંતુ ભાજપના સરકાર આવ્યા પછી તેઓ ભાજપના નેતાઓની નજીક ગણાય છે. તેમણે જ સુરતમાં ગૃહમંત્રી અમિત શાહનો અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પાસના કાર્યકરોએ ધમાલ કરી હતી. ગત લોકસભાની ચૂંટણી વખતે સુરત લોકસભા વિસ્તાર માટે મહેશ સવાણીનું નામ ચર્ચામાં હતું પરંતુ તેમને ટિકિટ મળી ન હતી.

મહેશ સવાણી

હવે જો તેઓ આમ આદમી પાર્ટીનો સાથ આપે તો સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં તેઓ અસર ઉપજાવી શકે છે. થોડા સમય અગાઉ જ તેમને ભાજપના એક મોટા નેતા સાથે કોઇ બાબતે વાંકુ પડ્યું હોવાનું પણ કહેવાય છે. તેમણે કોરોનાકાળમાં વરાછા જેવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ શરૂ કરેલા કોરોના કેર સેન્ટરમાં મોટા પ્રમાણમાં રૂપિયા આપ્યા હોવાનું પણ કહેવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

વર્લ્ડ કપમાં ભારતની હારને લઈને ભાવુક દ્રશ્યો

Vivek Radadiya

પદ્મશ્રી પુરસ્કાર પરત કરશે બજરંગ પુનિયા

Vivek Radadiya

ભાજપ યુવા મોરચા દ્વારા લેવાયો આ નિર્ણય…

Abhayam

1 comment

Comments are closed.