સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો છે. જેમાં વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ અલગ રીતે ખાલી કરવામાં આવે છે. સ્કેમર્સ બેન્ક એકાઉન્ટ પર હાથ સાફ કેવી રીતે કરે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. મુંબઈમાં રહેતા 70 વર્ષીય વિશ્વજીત ઘોષાલ સેંટાક્રૂઝમાં રહે છે. એક દિવસ અચાનક બે મેસેજ આવે છે, જેમાં પૈસા ડેબિટ થયા છે તેવું જણાવ્યું હતું.
આ વૃદ્ધ વ્યક્તિને 23 નવેમ્બરે રાત્રે 09:30 વાગ્યે બે મેસેજ આવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે, તેમના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા લેવામાં આવ્યા છે. સૌથી પહેલા 44,889 રૂપિયા કટ થવાનો મેસેજ આવ્યો, ત્યાર પછી 50,975 રૂપિયા કટ થવાનો મેસેજ આવ્યો. તમને જણાવી દઈએ કે, આ બંને નાણાંકીય વ્યવહાર એક જ એકાઉન્ટમાં થયા હતા.
સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો
કસ્ટમર કેયરનો કોલ
આ વૃદ્ધ વ્યક્તિએ રાત્રે કસ્ટમર કેયરમાં કોલ કર્યો. ત્યારપછી આ ટ્રાન્ઝેક્સની જાણકારી આપી હતી. આ વૃદ્ધ વ્યક્તિને કોલ આવ્યો નહોતો અને કોઈ લિંક પર ક્લિક પણ કર્યું નહોતું, તો ક્રેડિટ કાર્ડથી પૈસા કટ કેવી રીતે કરવામાં આવ્યા.
પોલીસ કમ્પલેઈન
વિક્ટીમે આ સમગ્ર મામલાની ગંભીરતા સમજીને પોલીસને આ વાતની જાણકારી આપી હતી. આરોપીઓ વિરુદ્ધ પોલીસ કમ્પ્લેઈન દાખલ કરવામાં આવી છે.
સ્કેમર્સ ચોરીછુપીથી ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરે છે. ત્યારપછી બેન્ક ડિટેઈલ્સ અને UPI ડિટેઈલ્સની ચોરી કરીને બેન્ક એકાઉન્ટમાં હાથ સાફ કરે છે. આ પ્રકારના સ્કેમથી બચવા માંગો છો તો કોઈપણ અજાણ્યો નંબર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ટેક્સ્ટ મેસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે