Abhayam News
AbhayamNews

લાખો કર્મચારીઓનાં હિતમાં રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો વિગત…

રાજ્ય સરકારે આજે સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જાય તેવી જાહેરાત કરી છે, રૂપાણી સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સનો લાભ આપશે. અને  1-07-2019 થી 31-12 2019 સુધીના 6 મહિનાના મોંઘવારી ભથ્થાની તફાવતની રકમ પેન્શનરો અને કર્મચારીઓને ચૂકવાશે. 

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલ છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 1 જુલાઈ 2019થી 5 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-2020થી દર માસે પગાર સાથે ચૂકવવામાં આવી રહેલ છે.

ગુજરાત સરકારે રાજ્યનાં સરકારી કર્મચારીઓને અગાઉ જૂલાઈ-2019થી સપ્ટેમ્બર-2019ના રકમની ચૂકવણી કરી હતી પણ ઓક્ટોબર-2019 થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના એરિયર્સની ચૂકવણી બાકી હતી. તે હવે ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવાશે. 

સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ / કર્મચારીઓ / પેન્શનરોને રાજ્યની રૂપાણી સરકારે ઓક્ટોબર-2019થી ડિસેમ્બર-2019 સુધીના ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના બાકી એરિયર્સની ચુકવણી ઓગસ્ટ માસના પગારની સાથે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. 

રાજ્ય સરકારે 1 જુલાઈ 2019 થી 31 ડિસેમ્બર 2019 સુધી એમ કુલ-6 મહિનાનાં મોંઘવારી ભથ્થાના તફાવતની કર્મચારીઓ અને પેન્શનરોને ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકારના કુલ-5,11,129 જેટલા કર્મચારીઓ તથા 4,50,509 જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

PVC આધાર કાર્ડમાં શું છે ખાસ?

Vivek Radadiya

પરબધામના મહંત કરસનદાસ બાપુની ભવિષ્યવાણી…!

Vivek Radadiya

સૂરતમાં બન્યો દુનિયાનો સૌથી મોટો ડાયમંડ હબ

Vivek Radadiya