‘રાણીબા’ને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર છેલ્લા ઘણા સમયથી લોડી ડોન તરીકે ઓળખાવતી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ ઘણી જ ચર્ચામાં છે. મોરબીના યુવાનને પગાર મામલે માર મારીને ચપ્પલ મોઢામાં લેવડાવવાના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લેડી ડોન બનીને ફરતી રાણીબાના એક ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત ભગલાની, ક્રિશ મેરજા, પ્રીત વડસોલાને કોર્ટમાં રજૂ કરાયા હતા
આ કેસમાં આજે પણ પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. આજે પોલીસે પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા નામના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. આ પૈકીના છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
‘રાણીબા’ને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
આ કેસની વાત કરીએ તો પોતાની જાતને લેડી ડોન ગણાવતી રાણીબાએ કામે રાખેલા યુવાનને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દેતા અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. આ ઘટના ચર્ચામાં આવતા લેડી ડોન ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી. નોંધનીય છે કે, વિભૂતિ પટેલે પોતાનું પગરખું યુવાનને મોઢામાં મુકાવડાવીને માફી માંગતો વીડિયો ઉતાર્યો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આટલું જ નહીં આ આરોપીઓએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો જેને પગલે ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી.
નોંધનીય છે કે, મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે