પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાની કારને નડ્યો અકસ્માત સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હાઇવે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી. જેને લઈ વિજય રૂપાણીએ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટેની વ્યવસ્થા કરી તેમને સારવાર માટે મોકલી આપ્યા હતા.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂર્વ CM રૂપાણીના કાફલાની પોલીસ પાયલોટિંગ કાર હાઇવે પરથી પસાર થતાં એક બાઇકને અથડાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનામાં બાઇક સવાર એક વ્યક્તિને પગના ભાગે ઇજા પહોંચતા પૂર્વ CM રૂપાણીએ પોતાની કારમાંથી ઉતરી તાત્કાલિક ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની કવાયત કરી હતી.
Ex CM Vijay Rupani Convoy Accident News: પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાતાં અકસ્માત, વિજય રૂપાણી તાત્કાલિક ઇજાગ્રસ્તની મદદ પહોંચ્યા
- પૂર્વ CM વિજય રૂપાણીના કાફલાની કારને નડ્યો અકસ્માત
- પોલીસની પાયલોટિંગ કાર બાઇક સવાર સાથે અથડાતા અકસ્માત
- અકસ્માતમાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી
- અકસ્માતના પગલે વિજય રૂપાણી તાત્કાલિક ઇજાગ્રસ્તની મદદ પહોંચ્યા
- વિજય રૂપાણીએ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટેની વ્યવસ્થા કરી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે