Abhayam News
Abhayam News

જુઓ:-ગુજરાત રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ.

રાજ્યમાં અનલોક અંગેના મહત્ત્વના સમાચાર, રૂપાણી સરકાર 36 શહેરોમાં પ્રતિબંધોમાં આપી શકે વધુ છૂટછાટ..

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે સરકાર પણ આ મામલે મહત્વનો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજ્યમાં 36 શહેરમાં નિયંત્રણમાં રાજ્ય સરકાર વધુ છૂટછાટ આપી શકે છે. તો રાત્રિ કર્ફ્યૂના સમય પણ ઘટાડીને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે.

શું છે હાલની સ્થિતિ ?

1)તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 09:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.


2)રેસ્ટોરેન્ટ્સ સવારના ૯:૦૦ કલાકથી રાત્રિના ૮:૦૦ કલાક સુધી Take away અને Home deliveryની સુવિધા ચાલુ રાખી શકશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે.


3)અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો , જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.


4)આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.


5)અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.


6)સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ
પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.


7)તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

આ સાથે જ ધંધા-રોજગાર મામલે પણ સરકાર મહત્વનો નિર્ણય લઈ શકે છે. જેમાં બપોરે 3 વાગ્યાના સ્થાને 6 વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી શકે છે. આમ નજીકના ભવિષ્યમાં આ અંગે સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.(સોર્સ :-ન્યુજ આયોગ )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

સુરત: સિંગણપોર પીઆઈને વિદાય સમારંભ ભારે પડ્યો.જાણો સમગ્ર ઘટના..

Abhayam

AAPનાં નેતા પર હુમલા બાદ ગૃહ વિભાગે લીધો મહત્વનો નિર્ણય…

Abhayam

કેન્દ્ર સરકાર દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં ઓક્સિજન, બેડ, રસીના ભાવ સહિત અનેક મુદ્દા પર જવાબ રજુ કરશે…

Abhayam

Leave a Comment