Abhayam News
AbhayamNews

સી આર પાટીલ ફરી એક વાર વિવાદમાં આવ્યા:-જાણો સમગ્ર ઘટના…

વિધાનસભાન પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પોતાના જોરે જીતી હોય તેવું પ્રસ્થાપિત કરી સી.આર પાટીલ  સરકાર અને સંગઠન પર રાજકીય પ્રભુત્વ જમાવવા માંગે છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે રાજ્ય આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પાડી દીધી હતી. આરોગ્ય સેવાઓ એટલી હદે ખોરવાઇ ગઇ હતીકે, કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પથારી જ નહીં, રેમડેસિવીર ઇન્જેકશન, ઓક્સિજન સિલિન્ડર મેળવવાના ય ફાંફા થઇ ગયા હતાં.

આજ કારણોસર ભાજપ પ્રદેશ પ્રમુખપદ મેળવ્યા બાદ સી.આર.પાટીલને જાણે સુપર સીએમ બનાવવાનો અભરખો જાગ્યો છે. તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લેવા માટે સી.આર.પાટીલે એક ખાનગી કંપનીનું ચાર સિટર પ્લેન ભાડે લીધું હતુ તેવી રાજકીય ચર્ચાએ વેગ પકડયુ છે.

ખાનગી કંપનીનું ચાર્ટર્ડ રાખ્યું ભાડે

આવી ગંભીર પરિસિૃથતીને પગલે ખુદ ભાજપના ધારાસભ્યો, સાંસદો, નેતાઓ ય ભૂગર્ભમાં ઉતરી પડયા હતાં.

આ તરફ, કોરોના કાળમાં આરોગ્ય વિભાગની ઘોર નિષ્ફળતાને લીધે ભાજપની પ્રતિષ્ઠાનુ ધોવાણ થયુ છે. હવે જયારે વિધાનસભાની ચૂંટણીને આડે એકાદ વર્ષ બાકી રહ્યુ છે ત્યારે 182 બેઠકો જીતવાનો દાવો કરનારાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માટે એક મોટો પડકાર છે.

કોરોના

તાઉતે વાવાઝોડાએ તબાહી વેર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હેલિકોપ્ટરમાં અસરગ્રસ્ત વિસ્તારોનું નિરિક્ષણ કર્યુ હતું અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી .

સી.આર.પાટીલે પણ અમદાવાદની એક ખાનગી કંપનીનું સેસના-260 ચાર્ટર પ્લેનમાં ભાડે રાખ્યુ હતું. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં જામનગર-ભાવનગર જઇ પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે મુલાકાત કરી મુખ્યમંત્રી-સબંધિત મંત્રીને વધુ મદદ કરે તેવી ખાતરી આપી હતી પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાતોરાત રૂા.500 કરોડનુ રાહત પેકેજ જાહેર કરી માસ્ટર સ્ટ્રોક માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક?ટોકન ની લાઈનો સવારે 5 વાગ્યે થી..

Abhayam

જાણો સમગ્ર ઘટના :-સાબરમતી મધ્યસ્થ જેલમાં કૌભાંડ..

Abhayam

ઉધના મગદલ્લા રોડ પર લાકડા પર ડિઝાઇન અને પ્લાયવૂડ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી…

Abhayam

63 comments

Comments are closed.