ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં બે યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ શકાય છે. મૃતદેહને નદીમાં ફેંકનારા એક યુવકે પીપીઈ કીટ પહેરેલી છે અને આ ઘટના સિસઈ ઘાટ પર બનાવાયેલા પુલ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે.
યુપીના બલરામપુરની આ ઘટના જણાવે છે કે, બલરામપુરમાં મૃતદેહને કોરોનાના ડરથી રાપ્તી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે, લાશ શોહરતગઢ જિલ્લાના સિદ્ધાર્થનગરમાં રહેતા પ્રેમનાથ મિશ્રાની છે. મુંબઈમાં રહેતા પ્રેમનાથના પરિવારમાં તેનો એક ભાઈ છે. તેના માતાપિતાનું બહુ લાંબા સમય પહેલા નિધન થયું છે. પત્નીનું પણ 3 વર્ષ પહેલા મોત નીપજ્યું હતું. પ્રેમનાથને કોઈ સંતાન નહોતું. આ દરમિયાન પ્રેમનાથ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો હતો.
આ વાયરલ વીડિયો 29 મેની સાંજનો છે. વીડિયોમાં પીપીઈ કીટ વગર જે યુવાન છે તેની ઓળખ મેળવી લેવાઈ છે. તેનું નામ ચંદ્ર પ્રકાશ છે અને તે સ્મશાન ઘાટ પર કામ કરે છે. તેના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ તેને પુલ પર બોલાવ્યો હતો અને મૃતદેહ નીચે ફેંક્યો હતો.
લોકડાઉનને કારણે પ્રેમનાથ બલરામપુરમાં તેના ભત્રીજા સંજય શુક્લાના ઘરે રોકાવા લાગ્યો હતો. 25 મેના રોજ તેની તબિયત લથડતાં સંજય શુક્લાએ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. તપાસ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ પછી, તેમને જિલ્લાની સંયુક્ત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રેમનાથનું 3 દિવસ સુધી સારવાર બાદ 28 મેના રોજ અવસાન થયું હતું. જ્યારે તેનો સમાચાર સંજય શુક્લાને પહોંચ્યો ત્યારે તેણે બીજા દિવસે ડેડબોડી લેવાનું કહ્યું.
જાણવા મળ્યા મુજબ મૃતક વ્યક્તિ સિદ્ધાર્થનગર જિલ્લાના શોહરતગઢ થાણા ક્ષેત્રની છે અને તેમનું નામ પ્રેમનાથ મિશ્ર હતું. 28 મેના રોજ જિલ્લા હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃતદેહને કોવિડ પ્રોટોકોલ અંતર્ગત અંત્યેષ્ઠિ સ્થળે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ચંદ્ર પ્રકાશે જણાવ્યું કે, કેટલાક લોકો તેને પુલ પર લઈ ગયા હતા અને નદીમાં મૃતદેહ ફેંકીને જતા રહ્યા હતા. ચંદ્ર પ્રકાશે લાકડા હોવાનું કહ્યું હતું પરંતુ તેમણે જળ પ્રવાહ કરવા કહીને તેની વાત અવગણી હતી.
પોલીસે પ્રેમનાથના ભત્રીજા સંજય શુક્લા અને સફાઇ કામદાર મનોજની ધરપકડ કરી છે. ચંદ્ર પ્રકાશ હજુ ફરાર છે. પોલીસ વીડિયો બનાવનાર વ્યક્તિની પણ શોધ કરી રહી છે. હવે સવાલ એ પણ છે કે, આ માત્ર એક વીડિયો છે, જેમાં જાણવા મળ્યું કે લાશ નદીમાં ફેંકી દેવામાં આવી છે. શું વધુ મૃતદેહો રાપ્તીમાં ફેંકી દેવામાં આવી રહ્યા છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..