આપણા દેશમાં સૌથી વધારે સન્માનની દૃષ્ટિએ જોવાતી હોય કે જે કંપનીમાં લોકો કામ કરવા માટે વધુ ઇચ્છા ધરાવતા હોય તો તે કંપની છે ટાટા. આ કંપનીએ વર્ષોથી પોતાની ઇમેજ એવી બનાવી છે કે ભારતમાં આ કંપનીમાંથી નોકરી છોડીને જનારા ખૂબ ઓછા લોકો હોય છે.
કોઇ કંપનીમાં નોકરી કરતી વ્યક્તિનું મોત થાય ત્યારે કંપની જે તે સમયે તો મદદ કરતી હોય પરંતુ તમે એવું સાંભળ્યુ છે કે વ્યક્તિનું મોત થાય છતાં તેનો પગાર તેની 60 વર્ષની ઉંમર સુધી પરિવારને આપવામાં આવે. આવું તો સરકારી નોકરીના પેન્શનમાં થાય છે પરંતુ તે પણ પૂરેપૂરો પગાર હોતો નથી. પરંતુ કોરોનાકાળમાં એક ભારતીય કંપનીએ આવી જાહેરાત કરી છે.

કોરોનાકાળમાં પણ આ કપનીએ એવી જાહેરાત કરી છે કે તમને માન થશે. ટાટા કંપનીએ કરેલી જાહેરાત મુજબ તેમની કંપનીનો કોઇ કર્મચારી જો કોરોનાથી મૃત્યું પામે છે તો તેના પરિવારને તે વ્યક્તિની રિટાયરમેન્ટ એટલે કે 60 વર્ષની ઊંમર સુધી પગાર સતત આપવામાં આવશે. આ તો ઠિક તે ઉપરાંત પરિવાર ને રહેવા માટે ક્વાર્ટર અને સંતાનો ગ્રેજ્યુએટ ન થાય ત્યાં સુધી તેમને ભણાવવાનો ખર્ચ કંપની પોતે ઉઠાવશે. હવે તમે જ કહો આવી કોઇ કંપની હાલ ભારતમાં છે ખરી, આ પોલીસીની જાણ પાછી કંપનીએ તેના ટ્વિટર હેંડલથી કરી છે.
કપંનીએ જણાવ્યું છે કે તેમના કર્મચારીઓ માટેની સોશિયલ સિક્યોરિટી સિસ્ટમનો આ એક ભાગ છે. આ ઉપરાંત 60 વર્ષ સુધી પરિવારના મેડિકલ ખર્ચનો ભાર પણ કંપની જ ઉઠાવશે.
આમ, આપણા દેશમાં પણ આવી કંપનીઓ છે જે તેમના કર્મચારીઓના ગયા પછી તેમના પરિવારની સંભાળ રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.