આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બાદ રાજકોટમાં ભારે વિવાદ સર્જાયો છે. આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો છે.પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદ સાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માન માં યોજાયેલ સત્સંગ સભામાં ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં વાણી વિલાસ કર્યો હતો.
સત્સંગ સભામાં આનંદ સાગર સ્વામીએ આણંદ જિલ્લાનાં કરમસદ વિદ્યાનગર ખાતે આવેલા સોખડા સંસ્થા સંચાલિત આત્મીય ધામમાં રહી અભ્યાસ કરતા મૂળ કચ્છનાં વિધાર્થી નીશીતને પ્રબોધ સ્વામીએ રાત્રીનાં સમયે આજ્ઞા કરી આત્મિય ધામનાં દરવાજા પાસે જા . નીશીત પ્રબોધવામીની સૂચના મુજબ દરવાજા પાસે ગયો જ્યાં ભગવાન શંકરનાં નીશીતને દર્શન થયા.
જાણો વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું…
વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીથભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીથભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીથભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીથભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આણને સૌને થઈ છે.
જૂનના છેલ્લા સપ્તાહમાં યોજાયેલી જંબુસરની સભામાં સર્વમંગલ સ્વામીએ આપેલા નિવેદન પર અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા કે, શું પ્રબોધસ્વામી સ્વામિનારાયણ ભગવાન કરતા પણ મોટા થઈ ગયા ? શિષ્યો શા માટે પ્રબોધસ્વામીને ભગવાન કરતા મોટા ગણાવે છે ? ભક્તોને આવી રીતે શા માટે ભરમાવવામાં આવે છે ? તેવા સવાલો ઘેરાયા હતા
શિષ્યએ માંગી શિવજી ની માફી..
આ વીડિયો સામે આવ્યા બાદ ગુરૂપ્રસાદ સ્વામી એમનાથી ભુલ થઇ છે, તેમને માફી માગવાનું કહેવામાં આવ્યુ છે તેમ જણાવતો વીડિયો પણ સામે આવ્યો છે. આ નિવેદનો બાદ મીડિયાએ આનંદ સાગર અને નિશિથને સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા.