કોરોના મહામારીના આ સમયમાં જ્યાં માણસની પાસે માણસ માટે સમય નથી, ત્યાં એક ઘોડાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. આ ઘોડાના મોત પર લોકો રડતા દેખાયા હતા. આ મામલો કર્ણાટકના બેલગામ જિલ્લાના ગોકાકનો છે. અહીંના સ્થાનિક મઠના એક ઘોડાના મોત બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા. ગ્રામીણોનું કહેવુ છે કે, આ ઘોડો દિવ્ય છે, આથી ઘોડાની વિદાયમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા છે ઘોડાની અંતિમ વિદાયમાં લોકોની અંદરથી કોરોનાનો ડર ગાયબ થઈ ગયેલો દેખાયો હતો. મોટી સંખ્યામાં ગ્રામીણો ઘોડાની અંતિમ યાત્રામાં સાથે ચાલતા દેખાયા હતા.
શનિવારે શ્રી પાવાદેશ્વર સ્વામીએ તેના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા અને કોરોનાને લઈને લાગૂ પાબંધીઓનું ઉલ્લંઘન કર્યું. દરમિયાન, રાજ્યના રાજસ્વ મંત્રી આર અશોકલે રવિવારે કહ્યું કે, સમગ્ર કર્ણાટકમાં ગામોમાં કોવિડ-19નું સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવશે. ઘરે ધરે જઈને તપાસ કરવા માટે ટીમ બનાવવામાં આવશે.

અંતિમ સંસ્કાર પહેલા ઘોડાને ફૂલોથી લાદી દેવામાં આવ્યો હતો. લોકો ઘોડાની આગળ નતમસ્તક થતા અને હાથ જોડતા દેખાયા હતા. એટલું જ નહીં, ઘોડાના મોતને લઈને લોકોમાં શોકની લહેર જોવા મળી હતી. શનિવારે જ્યારે આ ઘોડાની અંતિમ યાત્રા કાઢવામાં આવી તો તેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન હરકતમાં આવી ગયું. આધિકારીઓએ આશરે 400 ઘરવાળા મરાઠીમઢને સીલ કરી દીધુ છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટરીતે દેખાઈ રહ્યું છે કે, ઘોડાની અંતિમ યાત્રામાં સેંકડો લોકો ચાલી રહ્યા છે. તેમાં પુરુષોની સાથોસાથ મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સમગ્ર રીતિ-રિવાજ અનુસાર ઘોડાના અંતિમ સંસ્કારની વિધિઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણા બધા લોકોએ માસ્ક પણ નહોતું પહેર્યું. આ વીડિયો સ્થાનિક પ્રશાસન પર પણ સવાલ ઉઠાવી રહ્યો છે. આખરે, પોલીસે લોકડાઉન દરમિયાન આટલા લોકોને નીકળવા શા માટે દીધા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.